ખ્યાલ પણ આવ્યો નહીં !
ખુદ સવાલી થઈ જવાનો,ખ્યાલ પણ આવ્યો નહીં
એમ બદલી, કે હવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !
બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર લીલોતરી
પાંદડું પીળું થવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !
રોજ નવતર રૂપ લઈ વીંટળાઈ ગઈ ઈચ્છા, મને
જાત અળગી રાખવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !
વ્યસ્ત રાખ્યો એટલો દર્દોએ, આખી જિંદગી
કે અસરકારક દવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !
ઝેરનું સૌભાગ્ય કે, હર આંખ ઝેરી નીકળી !
કોઈ મારણ યોજવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !
પથ્થરોવચ્ચે અમે શોધ્યો સતત, ઈશ્વર તને
ફૂલમાં પંપાળવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !
દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !
ડો. મહેશ રાવલ
નવેસર/૪૯
March 23, 2008 at 4:12 pm
દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !
very nice…
March 24, 2008 at 6:16 am
બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર આખી ગઝલ,
દાદ ક્યાં ચેતન હું આપું, ખ્યાલ પણ આવ્યો નહીં !
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
March 24, 2008 at 6:16 pm
દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !
very nice…
me kyaank vaamchyu hatu
prabhu e spare wheel nathI tene to steering wheel aapavu joie..