અંશ
Posted in Navesar on April 24, 2008 by DR.MAHESH RAWALઅધપીળી ડાળીની છેવાડું કૂંપળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ
પથ્થરને ખોતરતાં ઝરણાની ખળખળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.
શ્રધ્ધાનાં કુમકુમ ‘ને વિશ્વાસુ ચોખા લઈ,નીકળેલો માણસનો સંઘ
શગ જેવા શ્વાસોમાં ઓગળતી પળ-પળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.
બાળક થી બાળકનો ઘટનાક્રમ જાળવતી,ઘટમાળે વીંટાતા મન
અદના થી અદકેરાં સગપણની સાંકળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.
રૂપાળી ઈચ્છાલઈ નમણાશે નિતરતાં હૈયે ઉભરાતો ઉમંગ
ઘેરાતી આંખોનાં ઘૂંટાતા કાજળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.
ડો.મહેશ રાવલ
નવેસર/૫૬