આપણી વચ્ચે હશે ?

દરિયો ગણાતા કેટલાં રણ આપણી વચ્ચે હશે
હોવા છતાં હોતા નથી પણ આપણી વચ્ચે હશે ?

ચર્ચાય એવા પુખ્ત કિસ્સા આજ પણ અકબંધ છે
શું એજ કિસ્સા,એજ પ્રકરણ,આપણી વચ્ચે હશે ?

આખા મલકને ભીંજવી રહીજાય તરસ્યા છેવટે
જળ ઝંખતા નખશિખ શ્રાવણ,આપણી વચ્ચે હશે ?

વા વાય તો વંટોળમાં ગોત્યા જડે નહીં ક્યાંય,પણ
સૂરજ થવા નીકળેલ રજકણ,આપણી વચ્ચે હશે ?

પડઘા પડે એવા હવે કોઇ સાદ પણ કરતું નથી
સંદિગ્ધતાના મૂળકારણ,આપણી વચ્ચે હશે ?

આકાર કેવળ ક્યાં હતો પર્યાપ્ત,માણસ થઈજવા
સાબિત થયેલા એક-બે જણ,આપણી વચ્ચે હશે ?

રસ્તે જતાં સામા મળે,એ ક્યાં બધા અંગત હતા
ઓળખ ગણાતું કોઇ વળગણ,આપણી વચ્ચે હશે ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૨

8 Responses to “આપણી વચ્ચે હશે ?”

  1. સુરેશ જાની Says:

    બહુ જ સરસ ભાવ.

    રસ્તે જતાં સામા મળે,એ ક્યાં બધા અંગત હતા
    ઓળખ ગણાતું કોઇ વળગણ,આપણી વચ્ચે હશે ?

    આમ તો બધી ઓળખ અજાણ્યાઓ સાથે જ થતી હોય છે. પણ વળગણ થઈ જાય તેવા સંબંધ કેટલા?

  2. સાહેબ…સરસ ગઝલ. એકેએક શેર દમદાર છે. સલામ.

  3. દરિયો ગણાતા કેટલાં રણ આપણી વચ્ચે હશે

    - આ મિસરો જ એટલો ગમી ગયો કે એ પોતે જ એક સંપૂર્ણ શેર લાગ્યો… બધા જ શેર સુંદર થયા છે…

  4. nice one…….!!

    આકાર કેવળ ક્યાં હતો પર્યાપ્ત,માણસ થઈજવા
    સાબિત થયેલા એક-બે જણ,આપણી વચ્ચે હશે ?

    very nice gazal…..!!

  5. all shers r so nice…

    રસ્તે જતાં સામા મળે,એ ક્યાં બધા અંગત હતા
    ઓળખ ગણાતું કોઇ વળગણ,આપણી વચ્ચે હશે ?

    like ths one the most… very nice gazal ,Mahesh uncle..

  6. Nirlep Bhatt Says:

    રસ્તે જતાં સામા મળે,એ ક્યાં બધા અંગત હતા
    ઓળખ ગણાતું કોઇ વળગણ,આપણી વચ્ચે હશે ?

    adbhut…!!!

  7. ખૂબ જ સુંદર ,
    હું લખીશ કે…
    “ધબકાર છે આ શ્વાસ ના, કે છે હ્રદય ના શું ખબર ?
    મન ને હ્રદય નું કોઇ સગપણ આપણી વચ્ચે હશે “?

  8. maheshbhai aap to ek nakhshikh kavi choo
    matra ek be gazal nahi aakho ‘navesar’ granth sundar chhe

Leave a Reply