સુવર્ણાક્ષર
જે તફાવત રાખવા તત્પર હતાં
એ બધા ક્યાં એટલાં સધ્ધર હતાં !
વેંત છેટું મોત પણ દેખાય નહીં
આંખસામે કઈ વકલના થર હતાં !
એકમાંથી નીકળો,બીજે ફસો
જિંદગીમાં કેટલાં ચક્કર હતાં !
મેં ય પીધા ઘૂંટ કડવા આખરે
એજ,શું સંબંધના વળતર હતાં?
સૂર્ય જેવા સૂર્યને લાગે ગ્રહણ
તો મનુષ્યો,કઈ અસરથી પર હતાં !
માન્યતા ખોટી ઠરી છે,ઘર વિષે
ઈંટ,રેતી,પથ્થરોનાં થર હતાં !
કેમ અંકિત થઈ શકે ઈતિહાસમાં?
ક્યાં હવે એવા સુવર્ણાક્ષર હતાં !
ડો.મહેશ રાવલ
નવેસર/૫૩
April 11, 2008 at 7:06 am
hi uncle,
today i find time to read it… i was very eager to visit this place..
its too too good and touchy… મેં ય પીધા ઘૂંટ કડવા આખરે
એજ,શું સંબંધના વળતર હતાં?
i like it much…
April 11, 2008 at 7:06 am
જે તફાવત રાખવા તત્પર હતાં
એ બધા ક્યાં એટલાં સધ્ધર હતાં !
મેં ય પીધા ઘૂંટ કડવા આખરે
એજ,શું સંબંધના વળતર હતાં
જીંદગીની કડવી વાસ્તવીકતાઓનું સરસ શબ્દચીત્ર.
April 11, 2008 at 4:11 pm
સૂર્ય જેવા સૂર્યને લાગે ગ્રહણ
તો મનુષ્યો,કઈ અસરથી પર હતાં man bhavak , sundar rachna.
April 11, 2008 at 5:51 pm
માન્યતા ખોટી ઠરી છે,ઘર વિષે
ઈંટ,રેતી,પથ્થરોનાં થર હતાં !
મેં ય પીધા ઘૂંટ કડવા આખરે
એજ,શું સંબંધના વળતર હતાં
જે તફાવત રાખવા તત્પર હતાં
એ બધા ક્યાં એટલાં સધ્ધર હતાં !
all three are very nice……… ! !