શું કરું ?
રોજ સરવાળા કરી લઉં, શું કરું ?
સ્વપ્નના ખિસ્સા ભરી લઉં, શું કરું?
એકલો નીકળી પડું એકાંત લઈ
એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?
આંખ મીંચું કે ઉઘાડું-કંઈ નથી
આંસુ છે, બસ ખોતરી લઉં શું કરું ?
લાગણી શેવાળ થઈગઈ, ટેરવે
ભેજ મનમાં સંઘરી લઉં, શું કરું ?
થઈગયો ભૂતકાળ, અંદર-બ્હારથી
ઓટ જેવું ઓસરી લઉં, શું કરું ?
જિંદગી, ગઈકાલ જેવી ક્યાં હતી ?
તોય એને આવરી લઉં, શું કરું ?
આ નહીં, તો આવતે ભવ છુટશું
એમ સમજીને મરી લઉં, શું કરું ?
ડો.મહેશ રાવલ
નવેસર/૫૫
April 19, 2008 at 11:32 pm
આ નહીં, તો આવતે ભવ છુટશું
એમ સમજીને મરી લઉં, શું કરું ?
sundar rachna
April 20, 2008 at 2:29 am
એકલો નીકળી પડું એકાંત લઈ
એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?
આંખ મીંચું કે ઉઘાડું-કંઈ નથી
આંસુ છે, બસ ખોતરી લઉં શું કરું ?
અત્યંત સુંદર શેર..સુંદર ગઝલ.
April 20, 2008 at 7:30 am
લાગણી શેવાળ થઈગઈ, ટેરવે
ભેજ મનમાં સંઘરી લઉં, શું કરું ?
saras…
April 22, 2008 at 6:52 am
આ નહીં, તો આવતે ભવ છુટશું
એમ સમજીને મરી લઉં, શું કરું ?
- ગમી ગઈ આ વાત…!
April 22, 2008 at 10:37 am
છે સ-રસ ગઝલો તમારી શું કહું?
દાદ પણ ઓછી પડે છે શું કહું!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
April 24, 2008 at 12:56 pm
એકલો નીકળી પડું એકાંત લઈ
એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?
એકલાં વીસ્તરવાની અ વાત ગમી ગઈ. બ્લોગીંગનો આ જ તો લહાવો છે.
April 25, 2008 at 8:27 am
to good man………bahuj saras khubj gamyo tamaro aa vichar………..avar navar aavo lavo aapta rehjo avi prathna che aapne…….
May 13, 2008 at 8:01 am
good one. thanks