મૂકી દઉં!

જીવનભરનાં સપના,અમલમાં મૂકી દઉં
‘ને સંઘરેલી ઈચ્છા,ગઝલમાં મૂકી દઉં!

છે ખાલી,તો ખાલી હથેળીનો વૈભવ
મળ્યો જેવો,એવી વકલમાં મૂકી દઉં!

હું ધારૂં તો આખો ય દરિયો સમેટી
‘ને ઝાકળનીં જેમજ,કમલમાં મૂકી દઉં !

ડૂબી જાશે સહુ પોતપોતાનાં ભારે
મારે શું? હું પથરા ય જલમાં મૂકી દઉં!

આ નાટક,આ તખ્તો,કથાનક,આ કિસ્સા
ઈશારો તો કર,એક પલમાં મૂકી દઉં !

દુરાગ્રહ તો જો આ મનુષ્યોનોં,કે’છે
કે ઉત્તર,પ્રશ્નોનીં શકલમાં મૂકી દઉં !

મેં રાખ્યો છે જેને નજરસામે,હરપળ
એ ઈશ્વરનેં ક્યાંથી પઝલમાં મૂકી દઉં !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૯

9 Responses to “મૂકી દઉં!”

  1. આ નાટક,આ તખ્તો,કથાનક,આ કિસ્સા
    ઈશારો તો કર,એક પલમાં મૂકી દઉં !

    -વાહ…

    સુંદર ગઝલ…

  2. kamleshkumar Says:

    સુદર ગઝલો આનદ થયો.

    કમલેશકુમાર બી. ચૌહાણ

    http://kamleshkumar.wordress.com

  3. તમારી બધી રચનાઓ સરસ જ લાગે છે, એટલે બીજું શું કહું?

    વકલમાં મૂકી દઉં! – સમજાયું નહીં .

  4. હું ધારૂં તો આખો ય દરિયો સમેટી
    ‘ને ઝાકળનીં જેમજ,કમલમાં મૂકી દઉં !

    આ નાટક,આ તખ્તો,કથાનક,આ કિસ્સા
    ઈશારો તો કર,એક પલમાં મૂકી દઉં

    સુંદર શેર…સરસ ગઝલ.

  5. ડૂબી જાશે સહુ પોતપોતાનાં ભારે
    મારે શું? હું પથરા ય જલમાં મૂકી દઉં!

    vaah Dr.. maja aavi gai… again…a very good gazal..

  6. એ ઈશ્વરનેં ક્યાંથી પઝલમાં મૂકી દઉં !
    સરસ ગઝલ

  7. badhi j gazal highclass
    beyond words

  8. each sher very nice as usual..congrtas

  9. હું ધારૂં તો આખો ય દરિયો સમેટી
    ‘ને ઝાકળનીં જેમજ,કમલમાં મૂકી દઉં !

    pan-

    મેં રાખ્યો છે જેને નજરસામે,હરપળ
    એ ઈશ્વરનેં ક્યાંથી પઝલમાં મૂકી દઉં !

    vaah !!

    આ નાટક,આ તખ્તો,કથાનક,આ કિસ્સા
    ઈશારો તો કર,એક પલમાં મૂકી દઉં !

    ડૂબી જાશે સહુ પોતપોતાનાં ભારે
    મારે શું? હું પથરા ય જલમાં મૂકી દઉં!

    jat sathe – aatma sathe sabhantapurvak

    jivato insaan j aa khumarithi boli sake !!

Leave a Reply