ચર્ચા ન કર
વીતી ગયેલી પળ વિષે,ચર્ચા ન કર
સપના વિષે,અટકળ વિષે,ચર્ચા ન કર!
લોકો ખુલાસા માગશે સંબંધના
તેં આચરેલા છળ વિષે,ચર્ચા ન કર !
ચર્ચાય તો,ચર્ચાય છે સઘળું પછી
તું આંસુ કે અંજળ વિષે,ચર્ચા ન કર!
એકાદ હરણું હોય છે સહુમાં અહીં
તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!
જે સત્ય છે તે સત્ય છે,બે-મત નથી
અમથી,અસતના બળ વિષે ચર્ચા ન કર!
ડો,મહેશ રાવલ
નવેસર/૬૧
July 13, 2008 at 12:54 pm
એકાદ હરણું હોય છે સહુમાં અહીં
તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!
જે સત્ય છે તે સત્ય છે,બે-મત નથી
અમથી,અસતના બળ વિષે ચર્ચા ન કર!
————
બહુ જ સરસ. મારા જેવા ચર્ચાના ચાહકે આ વાતની ગાંઠ બાંધી લેવી પડશે! મૃગજળની વાત બહુ જ ગમી.
July 13, 2008 at 4:10 pm
સપનાં, અટકળ, સત્ય, અસત્યને સાકળી જીવનના સત્યને ઉજાગર કરતી સરસ ગઝલ.
July 15, 2008 at 5:46 am
એકાદ હરણું હોય છે સહુમાં અહીં
તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!
sundar vaat !!
July 16, 2008 at 3:12 am
એકાદ હરણું હોય છે સહુમાં અહીં
તું જળ અને મૃગજળ વિષે,ચર્ચા ન કર!
દરેકની અન્દર એક હરણુ મોજુદ હોય છે. જે હમેશા માનવીને દોડતો રાખે છે.
ખૂબ સુન્દર.
અભિનનંદન