ન પામ્યા !
હતો પ્રશ્ન એવું,નિવારણ ન પામ્યા
ન માફી મળી કે,સજા પણ ન પામ્યા !
નથી રૂપ ઝાંખું થયું કે નજર,પણ
અલગ છે હજુ કોઇ દર્પણ ન પામ્યા !
રહી સાવ નિર્જન હવેલી,હ્રદયનીં
કદી કોઇનીં આવ-જા પણ ન પામ્યા !
રહ્યો એજ અફસોસ કે જિંદગીભર
અમસ્તા અમસ્તા ય,શ્રાવણ ન પામ્યા !
દયા ખાય છે દુશ્મનો પણ અમારી
અમે,દોસ્ત જેવું ય સગપણ ન પામ્યા !
ઘણીવાર એવી દશા ભોગવી છે
કે છેલ્લેસુધી કોઇ કારણ ન પામ્યા !
કરી છે બધાએ ઉપેક્ષા જ કાયમ
મરણ બાદ તેથી જ,ખાપણ ન પામ્યા !
ડો.મહેશ રાવલ
નવેસર/૬૨
July 16, 2008 at 3:08 am
ર
હી સાવ નિર્જન હવેલી,હ્રદયનીં
કદી કોઇનીં આવ-જા પણ ન પામ્યા !
રહ્યો એજ અફસોસ કે જિંદગીભર
અમસ્તા અમસ્તા ય,શ્રાવણ ન પામ્યા !
ખૂબ સુન્દર… માણવાની મજા માણી…