વચ્ચે !

પગલાં,પગરવ,અટકળ વચ્ચે
રસ્તો જીવે,બે સ્થળ વચ્ચે !

ઊગીનેં આથમતાં સપનાં
કોરા ભીના વાદળ વચ્ચે !

દરિયા જેવો દરિયો નભતો
ઝરણાંઓની ખળખળ વચ્ચે !

ખાલી-ભરચક,ભરચક ખાલી
જોયું-જાણ્યું,અંજળ વચ્ચે !

શું અજવાળું  શું અંધારૂં
ખુલ્લંખુલ્લા બે પળ વચ્ચે !

પંખી,માળો,કલરવ,ઉછરે
અસ્તોદયનીં સાંકળ વચ્ચે !

લીલું-સુક્કું હોવું થાવું
સૂરજ શાખે,ઝાકળ વચ્ચે !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૩

3 Responses to “વચ્ચે !”

  1. શું અજવાળુ શુ અન્ધારું
    ખુલ્લંખુલ્લા બે પળ વચ્ચે

    ખૂબ ગમી..અભિનદન મહેશભાઇ..

  2. આખેઆખી ગઝલ જ સુંદર છે. કોઈ એક ગમતા શેરનું ચયન અશક્ય બની રહે એમ છે…

  3. વિવેકભાઈની વાત સાથે સંમત. સુંદર ગઝલ. મહેશભાઈ..અમેરીકા બેઠા પણ ાામ ગઝલગંગા વહેવડાવતા રહેજો.

Leave a Reply