આપણી વાત !
રેતી,દરિયો,પથ્થર માણસ
તડકો,છાંયો,ઝરમર માણસ
રસ્તો,કેડી,ભેખડ,કોતર
માટી,સંગેમરમર માણસ
પર્ણો,ડાળી,કૂંપળ,કાંટા
લીલી-પીળી કળતર માણસ
પંખી,માળો,પીંછા,ટહુકો
ફડકો,ડૂમો,થરથર માણસ
શબ્દો,વાણી,ટીકા,ટિપ્પણ
બરછટ,લીસ્સો,અક્ષર માણસ
જીવન,સપનાં,ઈચ્છા,વળગણ
ધીમું-ધીમું ગળતર માણસ
અફવા,કિસ્સો,ચર્ચા,ચણભણ
અડધો,આખો,ઉત્તર માણસ
ઢીલો,પોચો,અથરો,ધીરો
નફ્ફટ,નક્ટો,નક્કર માણસ
આઘો,ઓરો,ભીતર-બ્હારે
ઝાંખો,પાંખો,ઈશ્વર માણસ !
ડો.મહેશ રાવલ
નવેસર/૬૪
July 23, 2008 at 6:08 am
માણસને એના અનેક સંદર્ભ સાથે તમે ઓળખાવ્યો છે.
મને આ શૈલી બહુ જ ગમે છે. ગઝલ બદલ અદ્દલ હૃદયથી ધન્યવાદ.
July 23, 2008 at 11:14 pm
જીવન,સપનાં,ઈચ્છા,વળગણ
ધીમું-ધીમું ગળતર માણસ
આઘો,ઓરો,ભીતર-બ્હારે
ઝાંખો,પાંખો,ઈશ્વર માણસ !
વાહ ખૂબ સરસ…
માનવના એક એક રંગ બહું સચોટ રીતે શબ્દના સથવારે ઉઘડયા છે.
અભિનન્દન..
July 25, 2008 at 1:26 pm
સરસ પરિવેશ બાંધી આપ્યો.
નયન દેસાઈની માણસ ઉર્ફે ગઝલ પણ યાદ આવ્યા વિના ન રહે…
July 26, 2008 at 2:07 pm
ખૂબ સુંદર…