થયાં છે !
કેટલાક એવા ય સરવાળા થયાં છે
ફૂલ ઓથે શૂળ રૂપાળા થયાં છે !
એ અલગ છે કે નથી કંઈ યાદ રાખ્યું
તોય ઝખ્મો હર પળે આળા થયાં છે !
ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !
જે હતી,છે એ જ આખી વાત કેવળ
પાત્રવરણીમાં જ ગોટાળા થયાં છે !
કંઈક છે,જે આપે છે હૂંફ નિરંતર
એટલે આ શ્વાસ હૂફાળા થયાં છે !
કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?
રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !
ડો.મહેશ રાવલ
નવેસર/૬૫
July 27, 2008 at 2:18 am
કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?
રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !
સુંદર…મહેશભાઈ.
July 29, 2008 at 12:56 pm
કેટલા દીવા મથીને ઓલવાયા
તોય તળિયે ક્યાંય અજવાળા થયાં છે ?
રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !
- આ બે શેર મનભરીને પીવા જેવા થયા છે, મહેશભાઈ…
July 29, 2008 at 3:11 pm
ભૂલ થઈગઈ લાગણીશીલ થવાનીં
ત્યારથી,આ લોહીઉકાળા થયાં છે !
સંવેદનશીલતાની બહુ જ સરસ અભીવ્યક્તી. સંવેદનશીલતા વીશે મારું અવલોકન ગમશે -
http://gadyasoor.wordpress.com/2008/05/28/surface_sw_pool/
July 30, 2008 at 6:34 am
રોજ ઠલવાતા હશે ત્યાં સ્વપ્નના શબ
આંખ નીચે,એના જ કૂંડાળા થયાં છે !
મને તો આખી ગઝલ ગમી પણ આ બે પંક્તીઓ તો ખાસમ્ ખાસ !
કુશળ હશો.
July 30, 2008 at 6:38 am
યાદ આવે છે આ પંક્તીઓ ? –
અનુભવના ઉઝરડા છે લલાટે,
જગત સમજે છે રેખાઓ વદનની
–અનિલ.