નીકળું પણ ખરો !
આ બધાને ત્યજી,નીકળું પણ ખરો
હું અજાણ્યા વળાંકે,વળું પણ ખરો !
થઈજતી હોય જ્યાં કલ્પના પણ સિમીત
ત્યાં,હકીકત સ્વરૂપે મળું પણ ખરો !
આ મુખોટા મઢેલી વસાહત મહીં
મૂળ ચહેરો બની,સળવળું પણ ખરો!
કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
હું સમંદર સમું ખળભળું પણ ખરો !
સ્હેજ વિસ્તાર તારી નજરનું ફલક
ઓળખીતાપણું સાંકળું પણ ખરો !
શક્ય છે કાલ બદલાય મારૂં વલણ
સાવ નહીં તો જરા,પીગળું પણ ખરો !
હું ય જાણી ગયો છું કસબ જીતનાં
જેમ વાળો મને,હું વળું પણ ખરો !
વિશ્વ,બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે!
ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો !
ડો.મહેશ રાવલ
નવેસર/૬૭
August 6, 2008 at 9:07 pm
સુંદર ગઝલ.
શક્ય છે કાલ બદલાય મારૂં વલણ
સાવ નહીં તો જરા,પીગળું પણ ખરો !
August 7, 2008 at 1:07 am
વિશ્વ,બે સૂર્યનો તાપ ક્યાંથી ખમે!
ક્યાંક દીવો બની ઝળહળું પણ ખરો !
ટાગોરનું કોટીયું યાદ આવી જાય તે છતાંય તમારી આ કોટીયાવાળી વાત ‘જરા હટકે’ છે !!
નદી–સમંદરવાળી વાત પણ બહુ ગમી.
August 7, 2008 at 2:34 am
આ મુખોટા મઢેલી વસાહત મહીં
મૂળ ચહેરો બની,સળવળું પણ ખરો!
કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
હું સમંદર સમું ખળભળું પણ ખરો !
બહુ સરસ મહેશભાઈ.
August 7, 2008 at 10:06 am
saras rachana
August 7, 2008 at 1:43 pm
sundar gazal .. badha j ashaar gamya …
August 7, 2008 at 9:15 pm
Khub sundar gazal, ek ek sher chadiyata, last I liked the Best.
August 8, 2008 at 10:49 am
થઈજતી હોય જ્યાં કલ્પના પણ સિમીત
ત્યાં,હકીકત સ્વરૂપે મળું પણ ખરો !
bahuj saras
August 11, 2008 at 3:58 am
કોઇ નીકળી શકે જો નદી જેમ,તો
હું સમંદર સમું ખળભળું પણ ખરો !
this one and last one..really superb.
congrats maheshbhai….
August 27, 2008 at 11:02 am
માનવીના અકળ મનનો તાગ કોઈ પામી શકતું નથી. બીજાં માની લે છે કે અમુક સંજોગોમાં નકારાત્મક રીતે વ્યકિત વર્તશે પણ એવું ન પણ બને. મારાં આ અવલોકનને તમે ગઝલમાં ખુબ સરસ રીતે વ્યકત કર્યું છે. અભિનંદન!