જાણે કંઈ નથી !

આમ દરિયો,આમ જાણે કંઈ નથી
વ્યસ્ત છું,ને કામ જાણે કંઈ નથી !

એક પીંછું રોજ ઓછું  થાય  છે
પાંખનું પરિણામ જાણે કંઈ નથી !

શક્ય છે,સંબંધ નીકળે દૂરનો
વ્યક્ત,ખુલ્લેઆમ જાણે કંઈ નથી !

રોજ અડધાં પર્વ ઉજવે છે ચરણ
જોમ,જુસ્સો,હામ જાણે કંઈ નથી !

ખુદ અરીસો અંધ નીકળે-તો પછી
આંખ પર ઈલ્ઝામ જાણે કંઈ નથી !

છે હજુ સંબંધ,’ને અકબંધ પણ
એ ખરૂં કે,નામ જાણે કંઈ નથી !

શું પરિચય આપવો નક્કરપણે ?
આમ છું,’ને આમ જાણે કંઇ નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૬૮


6 Responses to “જાણે કંઈ નથી !”

  1. રોજ અડધાં પર્વ ઉજવે છે ચરણ
    જોમ,જુસ્સો,હામ જાણે કંઈ નથી !

    છે હજુ સંબંધ,’ને અકબંધ પણ
    એ ખરૂં કે,નામ જાણે કંઈ નથી !

    શું પરિચય આપવો નક્કરપણે ?
    આમ છું,’ને આમ જાણે કંઇ નથી !

    -ખૂબસૂરત ગઝલ… પણ આ ત્રણ શેર તો મર્મવેધી નીકળ્યા…

  2. વાહ..વાહ..ખૂબ સુંદર.
    સરસ રદીફ..સરસ ભાવ.

  3. saras rachna… thanks.

  4. exellent sir………it like up to end…….
    છે હજુ સંબંધ,’ને અકબંધ પણ
    એ ખરૂં કે,નામ જાણે કંઈ નથી !

    શું પરિચય આપવો નક્કરપણે ?
    આમ છું,’ને આમ જાણે કંઇ નથી !

  5. શું પરિચય આપવો નક્કરપણે ?
    આમ છું,’ને આમ જાણે કંઇ નથી

    આમ ગણો તો કોઈ નહીં, તેમ ગણો તો તમે,
    માછલી અર્ધી રેતમાં, અર્ધી પાણીમાં રમે!
    જયંતભાઈ પાઠકની વર્ષો પહેલાં વાંચેલ કવિતા યાદ આવી ગઈ.

  6. ગઝલ નો હરેક શેર દિલ ને સ્પર્શી જાય છે.

Leave a Reply