રાખે છે !
હવે ક્યાં કોઇ કિસ્સો લાગણીનોં યાદ રાખે છે
હ્રદય જેવા હ્રદયમાં,કેટલો વિખવાદ રાખે છે !
અધિક્તર થાય છે સામેલ ખુલ્લેઆમ,અડધેથી
સિફતપૂર્વક પછી,કેવાં સ્વયંને બાદ રાખે છે !
સતત ખરડાય છે રસ્તા,ઉપરછલ્લી ચરણરજથી
બધાને ક્યાં વળાંકો દરઅસલ,આબાદ રાખે છે ?
સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે
પછી હર પાત્ર,પોતાનાં અલગ સંવાદ રાખે છે !
બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !
તમે માણસતરીકે ઓળખો છો આ વકલનેં,પણ
લપસણી જાત,કેવળ સ્વાર્થ ઝીંદાબાદ રાખે છે !!!
ડો.મહેશ રાવલ
નવેસર/૬૯
August 18, 2008 at 9:22 pm
બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !
અત્યારની વાસ્તવીકતા….!!!!!!!!!!!1
August 19, 2008 at 1:36 am
એકેએક શેર જીંદગીની કડવી–વરવી વાસ્તવીકતાનું પ્રતીબીંબ રજુ કરે છે. સમાજ પાસેથી જે અનુભવ્યું હશે તેનું શબ્દદેહે સરસ નીરુપણ.
August 19, 2008 at 6:07 am
સુંદર રચના… વકલ આપનો પ્રિય શબ્દ છે… આપની ગઝલમાં સતત ડોકાતો રહે છે.
હૃદય ટાઈપ કરવા માટે hR વાપરશો…
August 26, 2008 at 1:15 pm
exellent
August 26, 2008 at 3:03 pm
waah Maheshbhai…khoob saras gazalo lakhay chhe tamara thi aajkal…..abhinandan…lade raho…tamari gazal ma parampara no rang saras awe chhe…
August 27, 2008 at 10:47 am
સુખદ અંજામથી વંચિત રહે છે વારતા છેલ્લે
પછી હર પાત્ર,પોતાનાં અલગ સંવાદ રાખે છે !
very wellsaid !
September 15, 2008 at 9:39 am
superb gazal ……
September 23, 2008 at 6:47 pm
બતાવો એકપણ જો હોય તો સંબંધ,બે-મતલબ
બધા વચ્ચે નિયત અંતર,જરૂરતવાદ રાખે છે !
પ્રેમ નો સંબંધ એવો હોય છે, જ્યાં જરૂરતવાદ ન હોઈ શકે.
સરસ ગઝલ.