બહુ વાર લાગે છે !
ધારણાથી પર થતાં,બહુ વાર લાગે છે
તળ ત્યજી,અધ્ધર થતાં બહુ વાર લાગે છે !
એ અલગ છે કે અપેક્ષા છે બધાને,પણ
માળખાંને, ઘર થતાં બહુ વાર લાગે છે !
તક મળી,’ને થઈ ગયાં સ્થાપિત,ખરેખર તો
બુંદને સાગર થતાં,બહુ વાર લાગે છે !
ક્યાં હજુ નિર્મૂળ થઈ,સંભાવના છેલ્લી
પ્રશ્નને ઉત્તર થતાં,બહુ વાર લાગે છે !
રોજ ક્યાંથી સાંપડે સાંનિધ્ય,મનગમતાં ?
હરપળે,અવસર થતાં બહુ વાર લાગે છે !
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !
ડો.મહેશ રાવલ
નવેસર/૭૦
August 26, 2008 at 2:09 am
જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !
saras ….
August 26, 2008 at 6:49 am
ઘણુ જ સરસ….. મને આ વાક્ય બહુ જ ગમ્યુ :
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
August 26, 2008 at 10:04 am
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
સુન્દર ગઝલ.
August 26, 2008 at 1:31 pm
કયો શેર વધુ સારો છે તે શોધવા ગઝલ ત્રણવાર વાંચી ગયો…દરેક શેર ઉત્તમ લાગે છે…!
August 27, 2008 at 12:43 am
બહોત ખુબ .. બહુ જ ગમી.
સાચું શું અને ખોટું શું, એ સમજતાં આખી જીંદગી નીકળી જાય છે.
August 27, 2008 at 12:45 am
આપની ગઝલો સમજવી સાવ સ્હેલી છે.
પણ જીવનમાં એ ઉતરતાં, વાર લાગે છે.
August 27, 2008 at 10:42 am
રોજ ક્યાંથી સાંપડે સાંનિધ્ય,મનગમતાં ?
હરપળે,અવસર થતાં બહુ વાર લાગે છે !
ક્યા બાત કહી હૈ આપને–દીલ બાગબાં હો ગયા !
August 27, 2008 at 2:46 pm
sundar gazal! aa sher shirmor laagyo
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
August 31, 2008 at 7:17 am
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
-હૃદયસ્પર્શી વાત… સુંદર ગઝલ…
September 12, 2008 at 11:26 pm
ક્યાં બધાં સમજી શકે છે,આંખની ભાષા ?
એટલું સાક્ષર થતાં,બહુ વાર લાગે છે !
vaah… masta gazal chhe!!
September 14, 2008 at 9:52 am
ઘ્ક્ણું જ સુંદર.
September 23, 2008 at 6:33 pm
ખુબ જ સરસ. હરેક શેર સરસ છે.
September 24, 2008 at 6:28 am
જીંદગીનોં અર્થ,હું તો એજ સમજ્યો કે
પુષ્પ થઈ,અત્તર થતાં બહુ વાર લાગે છે !
સુંદર રચના …