
અર્થ વિસ્તારવામાં ય જોખમ હતું
પારદર્શક થવામાં ય જોખમ હતું
કોણ ,કોના ભરોસે તરી જાય છે ?
એ વિષય છેડવામાં ય જોખમ હતું
આ જ વેષે મને ઓળખે છે બધા
વેષ બદલાવવામાં ય જોખમ હતું !
શક્ય છે, માર્ગ બદલાય આગળ જતાં
સ્વીકૃતિ આપવામાં ય જોખમ હતું
ઠીક છે આ અજાણ્યાપણું, આમ તો
જાણતલ થઈજવામાં ય જોખમ હતું
કૈંક એવા તબક્કે હતી, જિંદગી
ફેરવી તોળવામાં ય જોખમ હતું !
શું કરૂં જો ન આગળ વધારૂં, શ્વસન ?
સ્હેજ અટકી જવામાં ય જોખમ હતું !
ક્યાંક પ્રશ્નાર્થ, આશ્ચર્ય સમજાય તો ?
કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું
શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
હાથ લંબાવવામાં ય જોખમ હતું !
ડો.મહેશ રાવલ
નવેસર/૯૧
This entry was posted on December 12, 2008 at 6:45 pm and is filed under Navesar . You can follow any responses to this entry through the RSS 2.0 feed
You can leave a response, or trackback from your own site.
December 12, 2008 at 10:20 pm
ક્યાંક પ્રશ્નાર્થ, આશ્ચર્ય સમજાય તો ?
કેમ છો ? પૂછવામાં ય જોખમ હતું
શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
હાથ લંબાવવામાં ય જોખમ હતું !
સુંદર
હવે તો અસ્તીત્વના લોપનૂં પણ જોખમ!
પ્રાણીમાં જે અંગનો ઉપયોગ થવો બંધ થઈ જાય છે, તે અંગ સમય જતાં વિલુપ્ત થઈ જાય છે. માનવીના શરીરમાંનું એપેન્ડિકસ નામનું અંગ ખતમ થવાને આરે છે. માણસના કાન પણ …
December 13, 2008 at 6:14 am
જીવનની કોઈપણ પળ જોખમ બની શકે છે. માણસની દરેક ગતિવિધીઓ ક્યાં તો તેને તારે છે તો ક્યાંક ડૂબાડે છે. સઘળાં જોખમો વચ્ચે ય જિંદગી તો જીવવાની જ હોય છે. સરસ ચિંતન રજૂ કરતી સુંદર ગઝલ.
December 13, 2008 at 1:53 pm
શું થશે જો પરત સાવ ખાલી ફરે ?
હાથ લંબાવવામાં ય જોખમ હતું !
-ખૂબ સુંદર અભિવ્યક્તિ… ગાલગાના આવર્તનોથી ગઝલની ગેયતા પણ ઓર નિખરી ઊઠે છે…