હતું !

કોઇ અડધી લખેલી ગઝલમાં હતું
કોણ માની શકે જલ,કમલમાં હતું !
શું હતું ક્યાં ગયું પ્રશ્ન એ ક્યાં હતો ?
જે હતું તે બધું દરઅસલમાં હતું !
સ્હેજ પણ ક્યાં નહીંતર અપૂરતું હતું
તોય કેવી અકળ ગડમથલમાં હતું !
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું !
કોણ’કે છે મુકદર બદલતું નથી?
આજ એ પણ અહીં,દલબદલમાં હતું !
મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
ફેર શું હોય છે રૂપ ને ધૂપમાં ?
બેઉ,અડધે સુધી હર મજલમાં હતું !
December 27, 2008 at 10:55 am
શબ્દ પાસે વિકલ્પો હતાં અર્થનાં
સત્ય,કડવું ભલે પણ અમલમાં હતું
khuub saras vat…
December 27, 2008 at 3:01 pm
મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
સુંદર
આ આંસુઓ એ વાતની ગવાહી છે
કે લાગણીઓ હ્રદયની પ્રવાહી છે
December 28, 2008 at 6:42 am
મૌન, છેલ્લેસુધી અવતરણ ચિહ્નમાં
‘ને હવે,આંસુઓની શકલમાં હતું !
- ખૂબ સુંદર શેર…
પ્રજ્ઞાજુએ ટાંકેલો શેર પણ અતિ ઉત્તમ..!!
December 31, 2008 at 4:21 pm
ખૂબ સરસ ગઝલ થઇ છે.
એક શેર ટાંકવાનું મન થાય છે—-
હતું તો રામનામ એના હોઠો પર
કોણ માને કે ચાકુ બગલમાં હતું
આભાર