વાત કર મા !

img_5984
ભૂલવાની વાત કર મા
ઝૂરવાની વાત કર મા

આવડત ક્યાં સાંધવાની !
તૂટવાની વાત કર મા

લાવ તરો હાથ ઝાલું
ડૂબવાની વાત કર મા !

થઈ જશે તણખો,સજીવન
તું હવાની વાત કર મા !

છે લકીરો પથ્થરો પર
ભૂંસવાની વાત કર મા

આજ છે અવસર અનેરો
તું,જવાની વાત કર મા !

માંડ જામી છે મહેફિલ
ઊઠવાની વાત કર મા !


ડો.મહેશ રાવલ

નવેસર/૯૬

4 Responses to “વાત કર મા !”

  1. માંડ જામી છે મહેફિલ
    ઊઠવાની વાત કર મા !

    - વાહ જનાબ !

  2. nice gajhal !

    બોલ તારો પાળજે ભઇ
    ફરવાની વાત કર મા !

    http://www.aasvad.wordpress.com

  3. આવડત ક્યાં સાંધવાની !
    તૂટવાની વાત કર મા

    વાહ…વાહ..ખૂબ જ સુંદર..!!

  4. વાહ વાહ !
    વ્યોમ પાદરમાં જ તારક ભીડ જામી,
    રાત ભર મહેફિલમાં રોનક રહી છે.
    હ્નલનો માણસ સમજવો આજ અઘરો,
    ઊઠવાની વાત કરે છે!!

Leave a Reply