જુદી રીતથી….
ચાલ આજે મળીએ જુદી રીતથી
ખુદ સમયને દળીએ,જુદી રીતથી !
ખૂબ અક્કડ રહ્યાં,ખૂબ સજ્જડ રહ્યાં
સ્હેજ ભીતર વળીએ,જુદી રીતથી
બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું
મૃગજળોને છળીએ,જુદી રીતથી
હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
સગપણો સાંકળીએ,જુદી રીતથી
ક્યાંય ભળવું નથી,આ અડાબીડમાં
ક્યાંક બીજે ભળીએ,જુદી રીતથી
અર્ઘ્ય આપ્યા કર્યું ઊગતાં સૂર્યને
ગોંખલે,ઓગળીએ જુદી રીતથી !
ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે
બેય રીતે મળીએ,જુદી રીતથી !
ડો.મહેશ રાવલ
નવેસર/૯૭
January 8, 2009 at 12:52 pm
બસ હવે બહુ થયું ઝૂરવું,ઝૂઝવું
મૃગજળોને છળીએ,જુદી રીતથી
હોય છે તોય ક્યાં હોય છે આપણાં ?
સગપણો સાંકળીએ,જુદી રીતથી
khub saras…
January 8, 2009 at 1:58 pm
સરસ ગઝલ….
પણ આ વખતે એક વાત સ્પષ્ટ ન થઈ. કવિ બધું બોલે નહીં એ વાત સાચી પણ જુદી રીતની વાત લઈને આવતી આ આખી ગઝલમાં જુદી રીત કઈ એ ઉજાગર થતું જણાયું નહીં… લગભગ બધા જ શેરમાં રીત પોતે અધ્યાહાર રહી જતી હોય એમ લાગ્યું…
મારી સમજણનો પણ વાંક હોઈ શકે, પણ મ.રા.નો મિજાજ અહીં થોડો મોળો પડેલો દેખાયો…
January 8, 2009 at 2:08 pm
પરંપરાગત રીતોથી કોઈ અલગ જ રીતે મળવાની નવી વાત લઈને આવેલી ગઝલ ગમી. ને માત્ર મળવાની વાત જ નહીં, એકબીજામાં ભળવાની, ઓગળવાની પણ અલગ રીતો વિશેનો વિચાર ગમ્યો.
January 8, 2009 at 2:16 pm
સરસ ગઝલ
ક્યાં મળે છે હવે મન,ફકત તન મળે
બેય રીતે મળીએ,જુદી રીતથી !
સરસ
છે મુજ હાલત ગરીબ, કે મારૂં ધન અધુરૂં છે,
ને રહું છું નાદુરસ્ત, કે મારૂં તન અધુરૂં છે,
હૃદય માં તોય જો ફરિયાદ કોઈ છે તો ફકત એજ
કે તૂ દૂર છે મુજથી, ને મારૂં મન અધુરૂં છે.
January 8, 2009 at 2:31 pm
વાહ વાહ અંકલ… દરેક વખતે શબ્દો કંડારો છો આપ જુદી જ રીત થી.
સરસ ગઝલ.
January 8, 2009 at 7:12 pm
khubaj saras gazal judi ritthi
January 9, 2009 at 1:34 pm
તમારી મોઘમ રહેલી “જુદી રીત”ની વાત ગમી…
January 10, 2009 at 3:49 pm
એકવિધતા અને પરંપરાને બાજુએ મૂકીને
જીવન માણવાની આ જુદી રીત ગમી.
http://www.aasvad.wordpress.com