બદલતું કથાનક !

img_6418આમ ખાલી અને આમ ભરચક હતો
ક્યાંક સર્વાનુમત, ક્યાંક રકઝક હતો !

થઈ ગયો સાવ અમથો -અલગ વાત છે
આ જ સંબંધ ક્યારેક, અઢળક હતો !

કોઇ અંદર સુધી ક્યાં કરે છે નજર ?
છેવટે,  હર નજરમાં સતત શક હતો !

ક્યાં સમંદર થવાની કરી જીદ મેં ?
ક્યાં નદીનો ય નિર્ણય, અચાનક હતો !

જે થયું તે થયું સ્હેજના ફેરમાં
ત્યારથી હું, બદલતું કથાનક હતો !

 

ડો.મહેશ રાવલ

નવેસર/૯૮

2 Responses to “બદલતું કથાનક !”

  1. જે થયું તે થયું સ્હેજના ફેરમાં
    ત્યારથી હું, બદલતું કથાનક હતો !
    ખુબજ સરસ
    તમારી જ વાત
    જુદી નીકળી ધારણાથી હકીકત
    અને ધારણા, ફેર ધારી શક્યા નહીં

  2. જે થયું તે થયું સ્હેજના ફેરમાં
    ત્યારથી હું, બદલતું કથાનક હતો !

    -સુંદર મજાનો શેર… વાહ!

Leave a Reply