અમે બસ અહીં સુધી પહોંચ્યા…!
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
નવેસર/૧૦૦

-(વ્હાલા ભાઈ/બહેનો/વડીલો/મીત્રો,
મારો તૃતિય ગઝલ-સંગ્રહ “નવેસર” હું આપ સહુ સુધી પહોચાડવા,એ ગઝલ સંગ્રહની ગઝલો http://navesar.wordpress.com પર આપની સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો હતો.
જેમાં ટોટલ ૧૦૦ ગઝલો છે, આજે મકરસંક્રાંતિ પર્વે ૧૦૦મી છેલ્લી ગઝલ પોસ્ટ કરી રહ્યો છું
એટલે હવે http://navesar.wordpress.com પર, કોઇ નવી ગઝલ પોસ્ટ નહીં થાય…..
પ્રથમ ગઝલથી જ આપ સહુએ સુંદર પ્રતિભાવથી આવકારી એક સન્માન બક્ષ્યું છે અને ઘણાં નામી અનામી ગુજરાતી બ્લોગ જગતના ભાઈ/બહેનોએ તો પોતાના બ્લોગપર નવેસરની ગઝલો પણ પોસ્ટ કરી આદર કર્યો છે…..
અહીં,
અત્યારસુધી, જેઓએ “નવેસર” ને પોતાના પ્રતિભાવ પુષ્પથી નવાજ્યો છે, સમય- સમયે જરૂર જણાઈ ત્યાં અમુલ્ય સૂચનો કર્યા છે એ દરેક સુજ્ઞજનો પ્રત્યે હૃદયપૂર્વક આભારની લાગણી વ્યક્ત કરૂં છું.
મારા અન્ય બ્લોગ
http://drmaheshrawal.blogspot.com અને
www.shabdaswar.blogspot.com પર રાબેતામુજબ,નવી લખાતી જતી ગઝલો
પોસ્ટ થતી જ રહેશે,એને પણ આપનો સ-રસ આવકાર મળ્યો છે અને સતત મળતો જ રહેશે એ અપેક્ષા.
તો,
આજે http://navesar.wordpress.com પરથી આપ સહુની રજા લઈશ.
-આવજો !
-ડો.મહેશ રાવલ
January 14, 2009 at 2:56 pm
હાર્દીક અભીનંદન
તમારી દરેક ગઝલના ભાવ અને લયનો કોઈ જવાબ નથી. ગુજરાતી ગીરાને આમ અવીરત ઘરેણાં આપતા રહો એવી શુભેચ્છા..
January 14, 2009 at 3:38 pm
આપને હાર્દિક અભિનન્દન મહેશ ભાઇ , આપ આવી જ રીતે આપની કલમ દ્વારા અવિરત કાવ્ય-ગંગા વહાવ્યા કરો એવી શુભેચ્છા..!!
January 14, 2009 at 4:28 pm
ખૂબ ખૂબ અભિનંદન અંકલ.. તમારી બધીજ ગઝલો સુંદર રીતે અભિવ્યક્ત થઈ છે.. નવેસરમાં તમે ઘણા જુદા જુદા વિષયો આવરી લીધા.. ઘણી ગઝલ સાવ સરળ અને સહજ અને ઘણી મોઘમ અને ગૂઢ.. ક્યારેક હળવી ગઝલમાં હસ્યા તો ઘણી ગઝલોએ દિલમાં અંદર સુધી ચોટ આપી.. આ આખી જ સફરમાં જિંદગીના ઘણા રંગો નિહાળવા મળ્યા.. તમે આમ જ અવિરત લખતા રહો તેવી શુભેચ્છાઓ..
January 14, 2009 at 4:34 pm
૧૦૦ ગઝલો…
હાર્દીક અભીનંદન
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
વાહ્
તારા સુધી પહોંચી ગયો, એ તો નસીબ નો ખેલ છે, …
મેં જોયો, અહીં તહીં ચોતરફ બસ ભાગતો માણસ
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
સરસ
તમે જો છેક અંદર સુધી પહોંચી જાવ તો મને ….
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે
January 14, 2009 at 4:54 pm
હાર્દિક અભિનંદન મહેશભાઈ…!
તમારા આખા કાવ્યસંગ્રહને ધીમે ધીમે અહીં મૂકીને ખૂબ જ સરસ કામ કર્યુ છે. ઘણી સુંદર અને સ-રસ ગઝલો અમારે માટે અહીં સહજતાથી સુલભ કરી દીધી એ બદલ આભાર…!
આવી જ રીતે અમને કાયમ સ-રસ ગઝલો આપતા રહો એવી શુભેચ્છાઓ સહ… ફરી એકવાર અભિનંદન !
January 14, 2009 at 4:58 pm
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
તમારી ખુમારીદાર ગઝલોને સલામ … આગળનો પ્રવાસ ક્યારે કરાવો છો ?
January 14, 2009 at 7:24 pm
હાર્દિક અભિનંદન મહેશભાઈ…!
http://www.yogaeast.net
http://www.bpaindia.org
January 15, 2009 at 5:15 am
વાહ ! આપે ખૂબ સુંદર કામ કર્યું છે. એક એકથી ચઢિયાતી ગઝલો આપી છે.
આપની ગઝલો માટે હું એક જ શબ્દ કહીશ > લાજવાબ !
વિષયવૈવિધ્ય, સુંદર અને સહજ રદીફ અને કાફિયા, ઉત્તમ વિચારો, સ્વાનોભવો
ક્યારેક આધ્યાત્મિક તો ક્યારેક જીવનોપયોગી વાતો લઇને આપે ગઝલ ક્ષેત્રે ખૂબ
સુંદર ખેડ કરી છે. ગઝલના અસલ મિજાજને આપે દરેક ગઝલમાં જાળવી
રાખ્યો છે. આપની અનુભવી કલમ દાદને કાબિલ છે. નવેસર સંગ્રહને ભલે અહીં
સમાપ્ત કરો, પરંતુ તરત જ એક નવો સગ્રહ શરુ કરશો એવી અમે સૌ આશા
રાખીએ છીએ. અભિનંદન અને આભાર !
January 15, 2009 at 9:18 am
“નવેસર” ના પ્રકાશિત થવાના અવસર માટે ખુબ ખુબ અભિનંદન … અને આ જ રીતે આપ નિતનવી ગઝલો લઈને આવતા રહો એવી શુભેચ્છા …
January 15, 2009 at 10:23 am
‘નવેસર’ની પ્રત્યેક ગઝલમાં કવિનો આગવો મિજાજ પ્રગટે છે. નવા રદીફો–કાફિયા સાથે સો ટચના સોના જેવી, અલગ તરી આવતી મઝાની ગઝલો માણવાનો અને તેમાંથી શિખવાનો આનંદ આવ્યો છે.. ને તમે જ કહ્યું‘તું..
કોણે કહ્યું શબ્દ કૌવતહીન છે ?
કયો પાળિયો બેઠો કરું નક્કી કરો.
સાચે જ સફળ કવિના શબ્દોમાં પાળિયા બેઠા કરવાની તાકાત હોય છે તે નવસરે સમજાવ્યું છે.
સહજનો સહારો લઈ, હથેળીમાં તીખારો લઈ, નવા ફેરફારો લઈ, દરદનો ભારો લઈ અને ખુમારીનો ઈજારો લઈ તમે અહીં સુધી પહોંચ્યા એ સફળતાને સલામ છે. નવી ગઝલોના બ્લોગ પર મળતા રહીશું.
January 16, 2009 at 7:16 am
ખૂબ ખૂબ અભિનંદન મહેશ અંકલ,
આ આખીય સફર મજેદાર રહી !!
નવા રદ્દીફ-કાફિયા , વિષય વૈવિધ્ય, બહોળું જ્ઞાન ત્રણેયનો સુભગ સમન્વ્ય
અમે સૌએ માણ્યો ……… જો કે, હમણાંથી નિયમિત તમને મળી શકાતું નથી તો
કદાચ રાજકોટ આવીને જ મળી લઈશ.
હા… હવે નવેસરથી મળીશું નેટ પર !!
January 16, 2009 at 12:32 pm
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
- રાબેતા મુજબની સુંદર ગઝલનો આ મજેદાર શેર…
નવેસર સંગ્રહ આમ તો આખો વાંચ્યો જ હતો પણ આપની સાથે સાથે નેટ પર ધીમી ગતિનું પુનરાવર્તન કરતા રહેવાનું પણ ખૂબ રૂચ્યું. આભાર અને અભિનંદન!
આપની સતત ગતિનો હું ચાહક પણ છું અને મને એની એર્ષ્યા પણ કદીક થાય છે… સોમી ગઝલની વાત ઉપર એક શેર યાદ આવે છે:
ભલે ને સોમી ગઝલ લખતો હોઉં હું તો પણ,
વીતેલી પળ ફરી જીવ્યા વિના શું છૂટકો છે?
-આભાર અને અભિનંદન….
January 17, 2009 at 7:13 am
sundar abhinadan sir………….
Navesar laine ahisudhi pahochava badal pan ….
January 27, 2009 at 11:38 am
હાર્દિક અભિનંદન મહેશભાઈ…!
બસ આમ જ બ્લોગ જગત ને કંઇને કંઇ આપતા રહેજો….
દિવ્યેશ પટેલ
http://www.krutarth.co.cc
http://www.divyesh.co.cc
March 24, 2009 at 9:55 am
ખૂબ ખૂબ અભિનંદન..ખૂબ સુન્દર ગઝલો….
વધુ ને વધુ સંગ્રહો આપતા રહો એવી શુભેચ્છાઓ સાથે…
આખો સંગ્રહ એકીસાથે વાંચવાની મજા સમય મળ્યે જરૂર માણીશું. આભાર સાથે…
April 14, 2009 at 2:00 pm
CONGRATULATIONS, MAHESHBHAI ! After this 100th Gazal of Navesar, may God inspire you to write more !
Dr, Chandravadan Mistry
April 20, 2009 at 6:53 pm
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
હાર્દીક અભીનંદન
તમારી દરેક ગઝલના ભાવ અને લયનો કોઈ જવાબ નથી. ગુજરાતી ગીરાને આમ
અવીરત ઘરેણાં આપતા રહો એવી શુભેચ્છા.
Rajendra Trivedi, M.D.
http://www.yogaeast.net
http://www.bpaindia.org
April 21, 2009 at 3:39 am
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
Aa bahu gami…. congretulations for your new book… wish u the best..
Lata Hirani
May 14, 2009 at 12:28 pm
hi…….. good. my best wishes for ever. sanju vala
May 16, 2009 at 11:00 am
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
સરસ ગઝલ મઝા પદી..
August 14, 2009 at 2:19 pm
maheshbhai,
i went through ‘NAVESAR’ . no words for comments are enough. all gazals are mind blowing. congratulations. keep it up.
November 5, 2009 at 1:40 pm
Khubaj saras.