મળીજાય છે અહીં

બધાંને,બધું ક્યાં મળીજાય છે અહીં
મળે તોય પાછું વળીજાય છે અહીં !

ભલે આમ દેખાય સીધા જ રસ્તા
ઘણીંવાર એ પણ છળીજાય છે અહીં !

ઈલમ હસ્તગત છે બધાંને દુવાનો
છતાં,બદદુવાઓ ફળીજાય છે અહીં

ખરીદાય,વ્હેંચાય છે,રોજ માણસ
જરૂરત,બધાંને ગળીજાય છે અહીં !

નથી કોઇ પર્યાય બીજો ચલણમાં
સતત જિંદગી ખળભળી જાય છે અહીં !

હતો,એ શિરશ્તો હજુ પણ છે કાયમ
હજુ,સ્વપ્ન અડધાં બળીજાય છે અહીં !

ગમે એટલી ગુપ્તતા જાળવી’લ્યો
છતાં,ભીંત પણ સાંભળીજાય છે અહીં !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૩

4 Responses to “મળીજાય છે અહીં”

 1. ઈલમ હસ્તગત છે બધાંને દુવાનો
  છતાં,બદદુવાઓ ફળીજાય છે અહીં

  હતો,એ શિરશ્તો હજુ પણ છે કાયમ
  હજુ,સ્વપ્ન અડધાં બળીજાય છે અહીં !

  aa sher khaas gamya …….

  sundar shabdo

 2. બહુ જ સરસ લખો છો મહેશભાઇ!
  અભિનંદન્

 3. badhaa sher saras chhe…paN aa khaas gamyo:

  ગમે એટલી ગુપ્તતા જાળવી’લ્યો
  છતાં,ભીંત પણ સાંભળીજાય છે અહીં !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: