હજુ હમણાં જ આવ્યો છું

નવો સંબંધ જોડીને,હજુ હમણાં જ આવ્યો છું
ઘણું અકબંધ છોડીને,હજુ હમણાં જ આવ્યો છું 

જુની તસ્વીર પાછળ,એક ચકલીએ કર્યો માળો
ખબરપડતાં જ દોડીને,હજુ હમણાં જ આવ્યો છું

અરીસો મૂછમાં હસતો જણાયો,ને ચડ્યો ગુસ્સો
નવો છે તોય ફોડીને,હજુ હમણાં જ આવ્યો છું

મનસ્વી થઈગયો છું એટલો કે,વાત ના પૂછો
બધાં સત્યો વખોડીને,હજુ હમણાં જ આવ્યો છું

સજીવન રાખવા દરિયો,પ્રવાહો જોઇએ પુષ્કળ
સરોવર પાળ તોડીને,હજુ હમણાં જ આવ્યો છું

હવે તો હું ય જાણું છું કસબ,સર્જન-વિસર્જનના
ઘણું તોડી-મરોડીને,હજુ હમણાં જ આવ્યો છું !

નથી દુઃખતી હવે એકેય રગ,દાબી જુઓ આજે
ત્વચા આખી ઉતરડીને,હજુ હમણાં જ આવ્યો છું

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨


 

4 Responses to “હજુ હમણાં જ આવ્યો છું”

 1. નથી દુઃખતી હવે એકેય રગ,દાબી જુઓ આજે
  ત્વચા આખી ઉતરડીને,હજુ હમણાં જ આવ્યો છું

  sundar sher …..

  ek doctor na haathe lakhaayeli jaani ne vadhare gamyu … 🙂

  i saw ur blog for the first time.. welcome to the Gujarati Blog World ..

 2. શુ આપ જ્યોતિષ આચાર્ય મહેશભાઇ છો?

  આપને વેબ જગતમાં ભાવ બીનો આવકાર

  વિજય શાહ
  http://www.vijayshah.gujaratisahityasarita.org
  http://www.vijayshah.wordpress.com

 3. અરે ના ભાઈ!
  તમે સંદેશવાળા મહેશ રાવલ સમજ્યાં હશો કાં?
  હું તો ફેમિલી ફિઝીશ્યન છું અને રાજકોટ રહું છું.અત્યારે અમેરિકા આવ્યો છું

 4. મનસ્વી થઈગયો છું એટલો કે,વાત ના પૂછો
  બધાં સત્યો વખોડીને,હજુ હમણાં જ આવ્યો છું
  ……………………………………………….
  bahu saras!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: