ટેવ પાડી’લ્યો!

ગળે  આશ્ચર્યનેં ઉતારવાનીં ટેવ પાડી’લ્યો!
ન ધાર્યું હોય એ પણ ધારવાનીં ટેવ પાડી’લ્યો!

કરો સાબિત,અસત્યોની તમે આપેલ વ્યાખ્યાઓ
અને કાં,સત્યને સ્વીકારવાનીં ટેવ પાડી’લ્યો!

બરડ અસ્તિત્વનાં અંજામથી વાકેફ છે દુનિયા
નમીને જાતને ઉગારવાની ટેવ પાડી’લ્યો!

નિરર્થક છે બધી નિષ્ઠા તમારી,આગિયાપ્રત્યે
દિવસનાં તેજનેં સ્વીકારવાની ટેવ પાડી’લ્યો!

તમે તો શું,ખુદા પણ કાલથી અવગતનથી પ્યારા!
અહમનેં ખોતરી,ખંખેરવાનીં ટેવ પાડી’લ્યો!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૪

2 Responses to “ટેવ પાડી’લ્યો!”

  1. તમે તો શું,ખુદા પણ કાલથી અવગતનથી પ્યારા!
    અહમનેં ખોતરી,ખંખેરવાનીં ટેવ પાડી’લ્યો!

    vaah!

  2. bahu njik thi shabdo maani shakaya chhe Maheshbhai,
    laybaddhataa bahu sundar rite jalavi shako chho ane vicharo kyaay bhatakataa nathi. Tamara darek kavyo ni aa visheshata mane gami chhe. Vicharo par adbhut pakad ane atalej shabdo ni adbhut gothvan darek kavya ne sundar laybaddha banave chhe. (Asha chhe tali mitra nahi gano!)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: