કથા!

કયાંક દરિયો અને ક્યાંક રણનીં કથા
જિંદગી  એટલે, આવરણનીં  કથા!

આમ  અકબંધ  સંબંધનીં  વારતા
આમ,અણછાજતાં અવતરણનીં કથા

એ અલગ વાત છે કે,ન ભૂલી શકો
પણ સ્મરણમાત્ર છે,વિસ્મરણનીં કથા !
     
સૂર્ય જેવી નથી શખ્સિયત કોઈનીં
છે ઉદય-અસ્ત વાતાવરણનીં કથા

હરપળે અવતરે છે નવી શક્યતા
ને પછી,વિસ્તરે વિસ્તરણનીં કથા

કોઈ રસ્તો તફાવત નથી જાણતો
પણ,બદલતી રહે છે ચરણની કથા!

નામ આપી, ભલે મન મનાવો તમેં
પણ ખરેખર,છે બે-નામ ક્ષણનીં કથા!

જિંદગી,જિંદગી, શું કરો છો બધાં
જિંદગી એટલે કે,મરણનીં કથા!!!

ડૉ.મહેશ રાવલ

નવેસર/૮

4 Responses to “કથા!”

 1. જિંદગી,જિંદગી, શું કરો છો બધાં
  જિંદગી એટલે કે,મરણનીં કથા!!!

  KEEP SEARCHING !
  KEEP WRITTING.

  http://www.yogaeast.net
  http://www.bpaindoa.org

 2. સુંદર રચના… ગઝલમાં દરેક ‘નીં ‘ના માથે અનુસ્વાર સહેતુક મૂક્યા છે કે પછી ટાઈપની ભૂલ છે?

 3. લયસ્તરો પર 24/09/2006ના રોજ આ ગઝલના ત્રણ શેર (જે મેં કુમારમાં વાંચ્યા હતા) મૂક્યા હતા… ત્યારે આ ગઝલ આખી વાંચવાની ખૂબ ઈચ્છા હતી… અદભુત ગઝલ થઈ છે…

  http://layastaro.com/?p=486

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: