વિચારે-વિચારે

વિષય વિસ્તરે છે વિચારે-વિચારે
વિચારો ફરે છે, વિચારે-વિચારે

ઉકલતાં નથી પ્રશ્ન જુનાં,અને ત્યાં
નવા અવતરે છે,વિચારે-વિચારે

પ્રગટવા મથે છે કશુંક,અર્થસૂચક
મને આંતરે છે,વિચારે-વિચારે

જુદીરીતની એક ભરતી,અવિરત્
ચડે-ઉતરે છે,વિચારે-વિચારે

મળે છે મને રૂપ મારૂં જ નોખું
નજર ખોતર છે,વિચારે-વિચારે

સ્વયં થી સ્વયં-જાતરા એટલી છે
છતાં મન ડરે છે,વિચારે-વિચારે

થતું હોય છે જાત સાથે જ ઘર્ષણ
તિખારા ઝરે છે,વિચારે-વિચારે !

ડૉ.મહેશ રાવલ
નવેસર/૬

2 Responses to “વિચારે-વિચારે”

 1. બહુ જ સુંદર, અર્થ-ભાવસભર ગઝલ. બધા જ ‘શેર’ ઉંચા ભાવના અને તેથી જ, બહુ કીમતી છે ! છતાં મને ગમી ગયેલો એક ઉદ્ઘૃત કરું છું :

  સ્વયં થી સ્વયં-જાતરા એટલી છે
  છતાં મન ડરે છે,વિચારે-વિચારે

  પ્રશ્નો, જૂના હજી તો ઉકલ્યા (પ્રશ્ન નરજાતી હોઈ અનુસ્વાર બધી જગ્યાના બીનજરૂરી છે)નથી ત્યાં નવા ઉભા કરી દે છે, વિચારો જ ! એવો જ અનુભવ જુદી રીતની કોઈ (અજાણી હશે તેથી જ ને ?) ભરતી કરાવી જાય છે તે પણ વિચારે,વિચારે !

  વિચારપ્રધાનતાની સામે મુકાયેલો આ વિચાર, વિચાર કરતાં કરી મૂકે એવો છે !
  ખુબ જ મઝાની ને માણવા જેવી રચના.

  ગઝલ વાંચીને સાથેની બધી જ ગઝલોને માણવાનું મન રોકી શકાતું નથી. પણ અત્યારે તો આ એક જ પરથી ખૂબ ખૂબ અભિનંદનો !!

 2. આભાર
  સર!
  ગયા વર્ષે ૨૪/૫/ ના રોજ મારો તૃતિય ગઝલ સંગ્રહ “નવેસર”પ્રકાશિત થયો.
  (એ પહેલાં -૭૮ માં તુષાર અને ૯૫ માં અભિવ્યક્તિ પ્રકાશિત થયેલાં.)
  અત્યારે હું નવેસર- ની ગઝલો ક્રમશઃ
  navesar.wordpress.com- માં પ્રસ્તુત કરૂં છું,કે જેથી
  જેમનાં સુધી એ સંગ્રહ ન પહોંચી શક્યો હોય એ દરેક મિત્રો સુધી NET દ્વારા પહોંચાડી શકું.
  અને
  drmaheshrawal.blogspot- માં,
  એ સિવાયની ગઝલો રજૂ કરૂં છું.
  સલાહ-સૂચન સર્વદા આવકાર્ય છે
  ok!
  આવજો,

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: