સહજ ક્યાં રહી છે?

હવે,વાત એકેય સહજ ક્યાં રહી છે?
અરે! રાત એકેય સહજ ક્યાં રહી છે?

અમસ્તું હવે કોણ આવે છે મળવા?
મુલાકાત એકેય સહજ ક્યાં રહી છે?

ખબરપણ પડે નહીં અને જીવ લઈ’લ્યે
હવે ઘાત એકેય સહજ ક્યાં રહી છે?

હશે કોઇ અપવાદ બાકી અધિક્તર
આ ખેરાત એકેય સહજ ક્યાં રહી છે?

ઉઘાડોપડી જાય માણસ,પ્રસંગે
અહીં જાત એકેય સહજ ક્યાં રહી છે?

ઉલેચાય ઇતિહાસ તો,ખ્યાલ આવે
અમીરાત એકેય સહજ ક્યાં રહી છે

રહસ્યો,રહસ્યો,અને બસ રહસ્યો
કે ઓકાત એકેય સહજ ક્યાં રહી છે?

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૨

One Response to “સહજ ક્યાં રહી છે?”

  1. hi..just visited yr blog..bahu sunder ane..samajik rit nu varnan Che…sidhu j lakhelu chhe..je ghanu dekhatu nathi..badhi j rachana maa..bahu saras

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: