મને પણ ખબર છે

બદલતી હવાનીં મને પણ ખબર છે
અસર શું થવાની મને પણ ખબર છે

અલગ છે,હજૂ રાત વીતી નથી પણ
દિવસ ઊગવાની મને પણ ખબર  છે !

વળોટી નથી હદ, કદી નહીં વળોટું
ધણીં ધારવાની મને પણ ખબર છે

રૂઝાવા જ દેતું નથી કોઇ ઝખ્મો
નહીંતર,દવાની મને પણ ખબર છે !

જગત આપશે,એજ આપીશ પરત હું
વટક વાળવાનીં મને પણ ખબર છે !

ઉઘાડી જ રાખી ફરું છું, હથેળી
સમયનીં રવાની મને પણ ખબર છે

ભલે આમ હું લાગતો બે-ખબર,પણ
ખબર રાખવાનીં મને પણ ખબર છે !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૧૩

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: