કારણ,ખાસ હોવું જોઇએ !

બીજી તરફ વળવાનું કારણ,ખાસ હોવું જોઇએ
પથરા ય પીગળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

હોતુંનથી ત્યાં કઈં પછી,જ્યાં હોય કેવળ શૂન્યતા
પણ કઈંક નીકળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

સચવાય છે હર આંખમાં સપનાં,અલગ અંદાઝથી
ફળવા,નહીં ફળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

સમજી શકે જે અર્થ,એનો છે ઈજારો માન્ય,પણ
અપવાદ નીકળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

છે શક્ય કે,અકબંધ નીકળે સંસ્મરણ સંબંધનાં
એ હિમ ઓગળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

વીતી ગયેલી પળ,મળે નહીં કોઇપણ ભોગે પરત
નવજાત ક્ષણ મળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

માણસ,અમસ્તો કોઇને નમતો નથી,કારણવગર
ઈશ્વર તરફ ઢળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૨

4 Responses to “કારણ,ખાસ હોવું જોઇએ !”

 1. માણસ,અમસ્તો કોઇને નમતો નથી,કારણવગર
  ઈશ્વર તરફ ઢળવાનું કારણ,ખાસ હોવું જોઇએ !

  ખુબ જ સરસ . બીજા કોઈ શબ્દ જ નથી.
  આખી ગઝલ સરસ છે પણ આ બે પંક્તિ તો ખુબ જ સુંદર છે. ગ્રે8888888

 2. માણસ,અમસ્તો કોઇને નમતો નથી,કારણવગર

 3. વાહ,અતિ સુંદર,
  માણસ અમસ્તો કોઇને નમતો નથી કારણ વગર,
  ઇશ્વર તરફ ઢળવાનું કારણ ખાસ હોવું જોઇએ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: