ઈશારો ય કાફી !

અમારે, અમારા વિચારો ય કાફી
સમંદર નહીં, તો કિનારો ય કાફી !

જરૂરી નથી કે રહસ્યો ય ખોલો
અકલમંદને, છે ઈશારો ય કાફી !

તમે રાખજો, સૂર્યની અસ્કયામત્
અમારે તો, એકાદ તારો ય કાફી !

નથી ભીડ ખપતી નિરર્થક્-નપુંસક
ખરેટાણે ખપ આવનારો ય કાફી !

સગા હોય એ કઈં બધાં હોય વ્હાલાં?
અરે! એક સાચો સહારો ય કાફી !

બધાં ક્યાં સફળ થઈ શકે, સર્વ રીતે
સફળ થઈ જવાનો ધખારો ય કાફી !

ઝળુંબે સતત ભય, જ્વલનશીલ માથે
બધું ભસ્મ કરવા, તિખારો ય કાફી !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૩

3 Responses to “ઈશારો ય કાફી !”

 1. mahesh uncle,

  have darek vakhate saras saras
  lakhvanu kai matlab nathi karan ………

  now no words….. !!

  simply superb………. !!

 2. તમે રાખજો, સૂર્યની અસ્કયામત્
  અમારે તો, એકાદ તારો ય કાફી !

  dat 1 was v nice….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: