સહેલું નથી !

નખશીખ, ભીતર-બહારથી સુંદર થવું સહેલું નથી !
અકબંધ રાખી જાતને, સધ્ધર થવું સહેલું નથી !

સંદિગ્ધતા વચ્ચે ઉછરતી હોય કાયમ, જિંદગી
ત્યાં એકધારૂં, સંશયોથી પર થવું સહેલું નથી !

અઘરૂં પડે છે થઈ જવું  સાબિત હજુ માણસ, અને
નોંખા તરી હર પ્રશ્નથી, ઉત્તર થવું સહેલું નથી !

શું થઈ શકે ઉપલબ્ધ અંતે, શૂન્ય વત્તા શૂન્યથી?
પણ શેષનો આધાર લઈ, સરભર થવું સહેલું નથી !

એ વાત નોંખી છે કે સમજાતાં નથી, દુર્ભાગ્યવશ્ !
સંકેતને સમજ્યા પછી, તત્પર થવું સહેલું નથી !

નક્કી કરો તો કઈં અસંભવ ક્યાં હતું ,નક્કરપણે
ખુદ આપણાંથી એટલું નક્કર થવું સહેલું નથી !

જો વિસ્તરે , તો બુંદ પણ દરિયો બનીને ઘૂઘવે
પણ એ ખરૂં કે, બુંદથી સાગર થવું સહેલું નથી !

શ્રધ્ધા હશે તો પૂજશે લોકો, ગમે તે રીતથી
અમથું નહીંતર કોઇનું, ઈશ્વર થવું સહેલું નથી !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૫

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: