અણસાર જોયાં !

આંધળા અસવાર જોયાં
લંગડા તોખાર જોયાં !

ભીતરે તણખા ભરેલા
રાખનાં અંબાર જોયાં !

ક્યાંક આવળ,ક્યાંક બાવળ
ક્યાંક,મૂશળધાર જોયાં !

અંધહસ્તિ ન્યાય જેવાં
સંકુચિત વ્યવહાર જોયાં !

જો અને તો બેઉ વચ્ચે
ધૂંધળા અણસાર જોયાં !

શેષની ખણખોદ કરતાં
શૂન્યનાં દરબાર જોયાં !

આંખનો શું વાંક એમાં ?
સ્વપ્ન,પારાવાર જોયાં !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૨૯

5 Responses to “અણસાર જોયાં !”

 1. A good gazal.Accept one tazmeen from me on one of your sher

  ડો.મહેશ રાવળ ના શેર પર તઝમીન

  આંખમાં અશ્રુ જડેલા,
  હોઠ પર મૌનો વસેલા
  કાળજે કાંટા ચુભેલા

  ભીતરે તણખા ભરેલા
  રાખનાં અંબાર જોયાં !

 2. Tight and compact gazal in a limited margin. Enjoyed.

  આંધળા અસવાર જોયાં
  લંગડા તોખાર જોયાં !

  આંખનો શું વાંક એમાં ?
  સ્વપ્ન,પારાવાર જોયાં !

 3. exellent ……….creation Sir………..really speech less

 4. અંધહસ્તિ ન્યાય જેવાં
  સંકુચિત વ્યવહાર જોયાં !

  શેષની ખણખોદ કરતાં
  શૂન્યનાં દરબાર જોયાં !

  આંખનો શું વાંક એમાં ?
  સ્વપ્ન,પારાવાર જોયાં !

  vaah…aabehoob sher…very good…

 5. શેષની ખણખોદ કરતાં

  શૂન્યનાં દરબાર જોયાં !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: