નક્કી કરો !

શું બાદ, શું વત્તા કરૂં, નક્કી કરો!
ખાલી જગામાં શું ભરૂં, નક્કી કરો !

કઈ હદપછી, અનહદ ગણીલેશો મને?
હું કેટલો, ક્યાં વિસ્તરૂં, નક્કી કરો !

મારા ગળે ક્યાં કોઇ વળગણ છે હવે?
શું કામ, પાછો અવતરૂં, નક્કી કરો !

તડકાવગર પણ સૂર્ય સધ્ધર હોય છે
સંધ્યા, ઉષા, શું ચીતરૂં, નક્કી કરો !

આવી જશે ક્યારેક એ પણ કામમાં
ક્યા સર્પને, ક્યાં સંઘરૂં, નક્કી કરો !

નક્કર ગણો છો, એટલી નક્કર નથી
કઈ ભીંત, ક્યાંથી ખોતરૂં, નક્કી કરો !

કોણે કહ્યું કે શબ્દ કૌવતહીન છે ?
ક્યો પાળિયો બેઠો કરૂં, નક્કી કરો !!


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૨

2 Responses to “નક્કી કરો !”

  1. કઈ હદપછી, અનહદ ગણીલેશો મને?
    હું કેટલો, ક્યાં વિસ્તરૂં, નક્કી કરો !

    તડકાવગર પણ સૂર્ય સધ્ધર હોય છે
    સંધ્યા, ઉષા, શું ચીતરૂં, નક્કી કરો !

    awsome… 🙂

  2. […] ક્યારેક વિડિયો ય ઊતારું છું, પણ પાળિયા બેઠા કરતા શબ્દોનાં સામર્થ્યમાં અતુટ વિશ્વાસ […]

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: