ડ્હોળું જળ !

શું લખે, જો માછલી કાગળ લખે !
આપણેં જોયાં નથી, એ સ્થળ લખે !

લાલ-પીળા રંગનાં લીટા કરી
હાંસિયામાં, પારદર્શક છળ લખે !

બે અરીસા સામસામા ગોઠવી
એક ચહેરો, ધૂંધળો વિહવળ્ લખે !

શું લખે વિસ્તાર પૂર્વક ઘર વિષે?
કાચનીં પેટી અનેં સાંકળ લખે !

એક પંખી ઉડતું ચીતરી, અને
અટપટી એકાદ-બે અટકળ લખે !

સહેજ અટકીનેં લખાશે-જિંદગી
ભૂખરા શેવાળ, ઉંડા તળ લખે !

એક ફકરો, અધબળેલાં શબ વિષે
કચકચાવી દાંત, ગંગાજળ લખે !

તરજુમો ક્યાં થઈ શકે છે, ચીસનો?
સનસનાટીખેજ છેલ્લી પળ લખે !

આઠમાં દરિયા તરીકે, બે-ધડક
આપણીં ઓકાત, ડ્હોળું જળ લખે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૪

11 Responses to “ડ્હોળું જળ !”

 1. શું લખે, જો માછલી કાગળ લખે !
  આપણેં જોયાં નથી, એ સ્થળ લખે !

  Nice gazal. Enjoyed.

 2. સુંદર ગઝલ
  આ શેર બે નમુન છે.

  તરજુમો ક્યાં થઈ શકે છે, ચીસનો?
  સનસનાટીખેજ છેલ્લી પળ લખે !

 3. સુંદર ગઝલ. દરેક શેર તગડા થયા છે. છતાં બે શેર વધુ ગમ્યા..
  એક ફકરો, અધબળેલાં શબ વિષે
  કચકચાવી દાંત, ગંગાજળ લખે !

  તરજુમો ક્યાં થઈ શકે છે, ચીસનો?
  સનસનાટીખેજ છેલ્લી પળ લખે !

 4. સુંદર ગઝલ, મહેશભાઈ… બધા જ શેર સરસ છે, પણ આ વધુ ગમ્યો:

  શું લખે વિસ્તાર પૂર્વક ઘર વિષે?
  કાચનીં પેટી અનેં સાંકળ લખે !

 5. Congrats…Superb Gazal….Keep it up…Dhiren Avashia

 6. 1 sav samanya laagati vat ne pan aape shabdo na dware sajavi didhi Dr. ..!! khub j saras.. enjoyed Matsya safar.. 🙂

 7. બહુજ સુંદર ગઝલ..
  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 8. તરજુમો ક્યાં થઈ શકે છે, ચીસનો?
  સનસનાટીખેજ છેલ્લી પળ લખે !

  aathami ajayabima bedhadak
  aapani aa aakhi gazal lakhe !!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: