શણગાર કરવા છે !

કિનારે ફીણનાં અંબાર કરવા છે
હવે, સાતેય દરિયા પાર કરવા છે !

ન આપ્યું કંઈ સપાટીએ, અપેક્ષાકૃત્
બધા ઉંડાણપર, અધિકાર કરવા છે !

મુબારક, અર્થનું ઐશ્વર્ય શબ્દોનેં
અનાહત મૌનથી વ્યવહાર કરવા છે !

ગમે તે થઈ શકે અહીંયાં, ગમે ત્યારે
બધાનેં મર્મસ્થાને વાર કરવા છે !

સતત સંપર્ક રાખ્યો છે, સ્વયં સાથે
તફાવત આગવા, તૈયાર કરવા છે !

જવલ્લે સાંપડે છે પર્વ, ભીતરનાં
જુદી રીતે જરા શણગાર કરવા છે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૫

5 Responses to “શણગાર કરવા છે !”

 1. ન આપ્યું કંઈ સપાટીએ, અપેક્ષાકૃત્
  બધા ઉંડાણપર, અધિકાર કરવા છે !

  મુબારક, અર્થનું ઐશ્વર્ય શબ્દોનેં
  અનાહત મૌનથી વ્યવહાર કરવા છે !

  સતત સંપર્ક રાખ્યો છે, સ્વયં સાથે
  તફાવત આગવા, તૈયાર કરવા છે !

  Again…exllnt gazal…bt ths shares r very very good… very very nice Dr.:-)

 2. મુબારક, અર્થનું ઐશ્વર્ય શબ્દોનેં
  અનાહત મૌનથી વ્યવહાર કરવા છે !

  -very well said…

 3. સુંદર ગઝલ મહેશભાઈ…

  આજે ઘણા વખતે ઘણી ગઝલો એકસામટી વાંચી લીધી… અને ખૂબ જ મજા આવી ગઈ !

 4. Last sher PARVA BHITARNA Kya Baat……Nice One.Good Gazal

 5. જવલ્લે સાંપડે છે પર્વ, ભીતરનાં
  જુદી રીતે જરા શણગાર કરવા છે !

  મુબારક, અર્થનું ઐશ્વર્ય શબ્દોનેં
  અનાહત મૌનથી વ્યવહાર કરવા છે !

  sooooooooo nice………. !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: