બીજું કૈંક છે !

પગલાંની ધારોધાર, બીજું કૈંક છે
કેવળ નથી આકાર, બીજું કૈંક છે !

નજરોનજર દેખાય છે અનહદ,છતાં
એ હદની પેલેપાર, બીજું કૈંક છે !

નિશ્ચિત છે,આરંભ સાથે અંત પણ
અસ્તિત્વ ભારોભાર, બીજું કૈંક છે !

કોઇ નામ દઈને-“જિંદગી”, જીવ્યા કરે
કોઇના મતે સંસાર,બીજું કૈંક છે !

મુઠ્ઠી ઉઘડતાં,ભેદ સહુ ઉઘડી જશે
દસ ટેરવાની બહાર,બીજું કૈંક છે !

ઘટના,અમસ્તી ક્યાં ઘટી છે આપણી !
આ જન્મ,આ અવતાર,બીજું કૈંક છે !

કોણે ઉકેલ્યાં છે રહસ્યો,મૌનના ?
એથી ય અપરંપાર,બીજું કૈંક છે !

છાંયો કદી સમજાય નહીં,તડકાવગર
છે સત્ય,પણ સ્વીકાર બીજું કૈંક છે !

ઘટતા જવાની વાત રાખો બાજુએ
તો,શ્વાસ હારોહાર બીજું કૈંક છે !

મારા હિસાબો,શેષથી સંલગ્ન છે
ત્યાં,શૂન્ય ભારોભાર બીજું કૈંક છે !


ડૉ.મહેશ રાવલ

નવેસર/૩૭

One Response to “બીજું કૈંક છે !”

  1. મુઠ્ઠી ઉઘડતાં,ભેદ સહુ ઉઘડી જશે
    દસ ટેરવાની બહાર,બીજું કૈંક છે !

    મારા હિસાબો,શેષથી સંલગ્ન છે
    ત્યાં,શૂન્ય ભારોભાર બીજું કૈંક છે

    ખુબ સુંદર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: