જમા નીકળી !

મેં ઉધારેલ બાબત, જમા નીકળી
સ્વપ્ન ખાતે, હકીકત જમા નીકળી !

મન ઉઘડતું ગયું ગ્રંથ માફક, પછી
પાને-પાને, ઇબાદત જમા નીકળી !

જઈ શકાયું નહીં  છેક છેલ્લે સુધી
એ,પરિચીત વસાહત જમા નીકળી !

કેમ કરતાં ય આવ્યું નહીં તળ, અને
જે હતી, એજ હાલત જમા નીકળી !

પથ્થરે પથ્થરે, આયને આયને
વારસાગત અદાવત જમા નીકળી !

છેક કોણી સુધી છુંદણા છે, નવા
તો જૂની કઇ વિરાસત જમા નીકળી !

જે હદેથી, ન આગળ વધી શક્યતા
એ હદે, અસ્કયામત જમા નીકળી !

પાંખ ફૂટે પછી, શું ગગન? શું ગઝલ?
શબ્દ ખાતે, ગઝલયત જમા નીકળી !

સાવ અમથાં ન પડખું ફરે, સંસ્મરણ
જીવમાં જિંદગીયત જમા નીકળી  !

ડૉ.મહેશ રાવલ

નવેસર/૪૦

5 Responses to “જમા નીકળી !”

 1. મન ઉઘડતું ગયું ગ્રંથ માફક, પછી
  પાને-પાને, ઇબાદત જમા નીકળી !

  very nice..!

 2. પથ્થરે પથ્થરે, આયને આયને
  વારસાગત અદાવત જમા નીકળી !

  aa paththar-aaynani adavat jara vadhu gami gai…..

  tamari pase amari aa gazal jama nikLi…. !!

 3. એકે એક શેર બહુ જ વીચાર માંગી લે છે. તમારી જ કલમે રસદર્શન કરાવતા હો તો?

 4. મન ઉઘડતું ગયું ગ્રંથ માફક, પછી
  પાને-પાને, ઇબાદત જમા નીકળી !

  aa sher khaas gamyo …

  sundar gazal ..

 5. ખૂબ સુંદર ગઝલ છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: