….ની રાહે બેઠો છું!

હું અદકેરા અવસરની રાહે બેઠો છું
સાચું કહું તો, ઈશ્વરની રાહે બેઠો છું !

છે ઉપર તપતું નભ, નીચે ભરતી કોરી
મન મુંઝારે, ઝરમરની રાહે બેઠો છું !

જોયું’તું ખળખળ વહેતું સપનું, ભર ઊંઘે
પાછો, એવી નિંદરની રાહે બેઠો છું !

ઈચ્છા તો છે, કંડારી લઉં દ્રષ્યો સઘળાં
નક્કર સંગેમરમરની રાહે બેઠો છું !

અડખે-પડખે ઉભરાતાં, અડધા-અધકચરા
પ્રશ્નો વચ્ચે, ઉત્તરની રાહે બેઠો છું !

દઈબેઠાં સગપણ, કાચા ગુમડાંની પીડા
આડા-ઉભા નસ્તરની રાહે બેઠો છું !

ઓછું કંઈ ખપશે નહીં છે નક્કી, સરવાળે
પૂરેપૂરા વળતરની રાહે બેઠો છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૧

6 Responses to “….ની રાહે બેઠો છું!”

 1. દઈબેઠાં સગપણ, કાચા ગુમડાંની પીડા
  આડા-ઉભા નસ્તરની રાહે બેઠો છું !

  સગપણ–સંબંધોની વાસ્તવીકતાનું સુંદર શબ્દચીત્ર.

 2. Aada ubha nastarni rahe bethochhu! vah-Takaladi sagapan ni vyatha!!

 3. « જમા નીકળી !….ની રાહે બેઠો છું!
  હું અદકેરા અવસરની રાહે બેઠો છું

  sundar

 4. damdaar , chotdar ….. !!

  દઈબેઠાં સગપણ, કાચા ગુમડાંની પીડા
  આડા-ઉભા નસ્તરની રાહે બેઠો છું !

  aa dr. kavi bane to aavu kai lakhay …..!!

 5. ઓછું કંઈ ખપશે નહીં છે નક્કી, સરવાળે
  પૂરેપૂરા વળતરની રાહે બેઠો છું !

  પ્રભુ સિવાય કોને આવું કહી શકાય!!!!!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: