કોણ છે ?

ઉજવાય એવા પર્વનાં દુષ્કાળ વચ્ચે, કોણ છે ?
મોતીવગરની છીપમાં શેવાળ વચ્ચે, કોણ છે ?

નક્કર હથેળી ઓળખે તો,  ટાંકણાંને ઓળખે
દસ ટેરવા આગિયારમી ઘટમાળ વચ્ચે, કોણ છે ?

કોને ખબર કઈ રગ ગણાશે દુઃખતી, આગળ જતાં
આળી ત્વચા નીચે પ્રવાહિત કાળ વચ્ચે, કોણ છે ?

એ દ્વાર તો સધ્ધર હતું કાલે અને આજે ય છે
ઈતિહાસ બનતી ભવ્યતાની ભાળ વચ્ચે, કોણ છે ?

કંકાવટીની વંધ્યતા, કોને નપુંસક માનશે ?
અડધા સ્ખલન લઈ અવતરેલી ફાળ વચ્ચે, કોણ છે ?

સ્વાભાવિક જ ગણવું પડે ક્ષણનું મરણ -શું થઈ શકે?
નવજાત ક્ષણની આજીવન સંભાળ વચ્ચે, કોણ છે ?

મારા જ ઘરની ભીંતને લક્વો થયો, દુર્ભાગ્યવશ !
અડધા નકામા અંગની પંપાળ વચ્ચે, કોણ છે ?

એકાદ લીલું પાન તોડીને તરત, કાને ધરો
શબ્દો વગરની એ ગઝલની ઝાળ વચ્ચે, કોણ છે ?

વિસ્તારવા જેવો નથી, આ જિંદગીનાં અર્થને
એ સ્નિગ્ધતા લઈને ટપકતી લાળ વચ્ચે, કોણ છે ?

ડો.મહેશ રાવલ

(શ્રી સુરેશ દલાલના ઐતિહાસિક સંપાદન “બ્રુહત્ ગુજરાતી કાવ્યસમૃધ્ધિ”માં સમાવિષ્ટ ગઝલ)

નવેસર/૪૨

5 Responses to “કોણ છે ?”

 1. સુરેશ જાની Says:

  જીવન અનેક પરીમાણોવાળું અને હમ્મેશ બદલાતું રહેતું કેલીડોસ્કોપ છે. એને કોઈ એક દ્રશ્ટીબીંદુમાં સીમીત ન કરી શકાય.

  બધાજ શેર અત્યંત લાજવાબ છે. અને લયનું તો પુછવું જ શું? તમારી કલમમાં ગજબનાક તાકાત છે.

 2. અદભુત…! ગઝલ ખુબ જ ગમી.
  કંકાવટીની વંધ્યતા, કોને નપુંસક માનશે ?
  અડધા સ્ખલન લઈ અવતરેલી ફાળ વચ્ચે, કોણ છે ?

  મારા જ ઘરની ભીંતને લક્વો થયો, દુર્ભાગ્યવશ !
  અડધા નકામા અંગની પંપાળ વચ્ચે, કોણ છે ?

  આ શેર વધુ ગમ્યા.

 3. સ્વાભાવિક જ ગણવું પડે ક્ષણનું મરણ -શું થઈ શકે?
  નવજાત ક્ષણની આજીવન સંભાળ વચ્ચે, કોણ છે ?

  વિસ્તારવા જેવો નથી, આ જિંદગીનાં અર્થને
  એ સ્નિગ્ધતા લઈને ટપકતી લાળ વચ્ચે, કોણ છે ?

  khub j saras rachana

  be sher vadhu gami gaya …….!!

 4. એકાદ લીલું પાન તોડીને તરત, કાને ધરો
  શબ્દો વગરની એ ગઝલની ઝાળ વચ્ચે, કોણ છે ?

  ખૂબ સરસ રચના છે.

 5. ગમી ગઝલ…

  પણ વાંચતા ખૂબ તકલીફ પડી… આ એકદમ કાળું બેક-ગ્રાઉન્ડ અને આ ગાઢા ભૂરા અક્ષરો – કોઈ વધુ સૌમ્ય અને આંખોને શાતા બક્ષે એવો વિકલ્પ શક્ય નથી?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: