પળવારમાં !

પ્રશ્ન, ઉત્તર થઈ શકે પળવારમાં
આત્મનિર્ભર થઈ શકે પળવારમાં !

એકરસ થઈ જાય રસ, ઓળખ પછી
જાત સધ્ધર થઈ શકે, પળવારમાં !

કાયમી ક્યાં કોઇ સમજૂતી હતી ?
મત-મતાંતર થઈ શકે, પળવારમાં !

છે ફકત ઓળંગવાનો ઉંબરો
બ્હાર, અંદર થઈ શકે પળવારમાં !

થઈ શકે તો, માત્ર શ્રધ્ધાથી થશે
કોણ ઈશ્વર થઈ શકે, પળવારમાં !

કોઇ લઈ’લ્યે ભેખ, થઈને જાણતલ
કોઇ, કાફર થઈ શકે પળવારમાં !

થઈ નહીં જે વાત, આખી જિંદગી
એ સવિસ્તર થઈ શકે, પળવારમાં !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૩

Advertisements

7 Responses to “પળવારમાં !”

  1. સરસ ગઝલ ડૉક્ટર સાહેબ!

    ઘણા દિવસથી આપની ગઝલો વાંચુ છું, પણ કમેન્ટ કરવાનું રહી જતું હતું. સરસ ગઝલોનો રસથાળ આમજ પીરસાતો રહેશે એવી અપેક્ષા રાખું છું.

  2. એકરસ થઈ જાય રસ, ઓળખ પછી
    જાત સધ્ધર થઈ શકે, પળવારમાં !

    ખુબ સરસ..!

  3. ઉંબરાવાળો શેર ખૂબ ગમી ગયો…

  4. સુરેશ જાની Says:

    કાયમી ક્યાં કોઇ સમજૂતી હતી ?
    મત-મતાંતર થઈ શકે, પળવારમાં !

    વાસ્તવીકતા …
    બધાજ શેર સરસ છે.

  5. થઈ શકે તો, માત્ર શ્રધ્ધાથી થશે
    કોણ ઈશ્વર થઈ શકે, પળવારમાં !

    ane shraddha jo khuti to,
    …… paththar matra paLvarma !!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: