થઈ ગયા !

થીજી ગયા જો સ્વપ્ન,ઠંડાગાર થઈ ગયા
‘ને ઓગળ્યા, તો આંસુઓની ધાર થઈ ગયા !

મેં તો લખી’તી માત્ર મારી જિંદગી, અને
અકબંધ કિસ્સા અન્યના, પુરવાર થઈ ગયા !

અત્તર વિષે ચર્ચા થતી, કાને પડી હશે
ફૂલો, બગીચો ત્યાગવા તૈયાર થઈ ગયા !

પામ્યો નહીં જ્યાં લાગણી હું, રોઇ-રોઇનેં
ત્યાં અન્ય, હળવા હાસ્યથી સ્વીકાર થઈ ગયા !

નક્કી કરેલાં લક્ષ્યથી બહુ દૂર ક્યાં હતો ?
મારા હતાં, એ અન્યના આધાર થઈ ગયા !

કોણે દુઆની આડમાં, અવળી દુઆ કરી ?
સુખના પ્રસંગો, દર્દથી ચિક્કાર થઈ ગયા !

શ્રધ્ધા હજુ ય કેટલાં આશ્ચર્ય સર્જશે ?
અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૪

6 Responses to “થઈ ગયા !”

 1. નક્કી કરેલાં લક્ષ્યથી બહુ દૂર ક્યાં હતો ?
  મારા હતાં, એ અન્યના આધાર થઈ ગયા !

  શ્રધ્ધા હજુ ય કેટલાં આશ્ચર્ય સર્જશે ?
  અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા !

  વાહ… મજાની ગઝલ… બધા જ અશઆર ગમ્યા.

 2. શ્રધ્ધા હજુ ય કેટલાં આશ્ચર્ય સર્જશે ?
  અમથા ગણાતા શખ્સ પણ, અવતાર થઈ ગયા !

  – સુંદર વિચાર…

 3. GOOD WORDS IN THIS GAZAL.

  થીજી ગયા જો સ્વપ્ન,ઠંડાગાર થઈ ગયા

  ને ઓગળ્યા, તો આંસુઓની ધાર થઈ ગયા !

  SO, KEEP DREAMING AND MAKE THEM REAL IN LIFE.

  RAJENDRA TRIVEDI

 4. સુરેશ જાની Says:

  પામ્યો નહીં જ્યાં લાગણી હું, રોઇ-રોઇનેં
  ત્યાં અન્ય, હળવા હાસ્યથી સ્વીકાર થઈ ગયા !

  હાસ્ય દરબારના સહતંત્રી તરીકે મને આ શેર બહુ ગમ્યો !

  જોક બાજુએ રાખીએ તો પણ આ જ અર્થનું ફીલ્મી ગીત મને બહુ જ ગમે છે તે …

  अश्कोंमें जो पाया है, गीतोंमें दीया है,
  उस पर भी सुना है , जमानेको गीला है ।

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: