પાછા વળો !

લાગણી જેવું જરાપણ હોય તો, પાછા વળો
નીકળે એવું નિવારણ હોય તો, પાછા વળો !

જિંદગી, કંઈ એકલાં વીતી શકે એવી નથી
ક્યાં જવું એની વિમાસણ હોય તો, પાછા વળો !

આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

ખ્યાલ નહીં આવી શકે, વૈશાખમાં ભીનાશનોં
આંખ નહીં, રગમાં ય શ્રાવણ હોય તો, પાછા વળો !

ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !

આમ તો મારા હિસાબે, હાથ છે સંજોગનોં
તોય બીજું કોઇ કારણ હોય તો, પાછા વળો !

ખેલદિલી તો અમારી ખાસિયત છે, આગવી
એ વિષયમાં ગેરસમજણ હોય તો, પાછા વળો !

આટલાં વરસે ન શોભે, આમ તરછોડી જવું
સ્હેજપણ શેનું ય વળગણ હોય તો, પાછા વળો !

હું ય જીરવી નહીં શકું આઘાત, આવો કારમો
‘ને તમારે પાળવું પ્રણ હોય તો, પાછા વળો !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૬

11 Responses to “પાછા વળો !”

  1. સુરેશ જાની Says:

    બહુ જ લાગણીશીલ ગઝલ અને એ અવસ્થાનું સુંદર નીરુપણ …

    પણ આપણે બહુ સારી રીતે જાણીએ છીએ કે, એ અવસ્થા કદી પાછી આવવાની નથી.

    જીવન માટે વધારે સારો અભીગમ છે – વ્યથાને અંદર જ ધરબી દેવાનો – તેની અભીવ્યક્તી કરવાનો નહીં. કે તેને વાગોળ્યા કરવાનો નહીં.

    શેખાદમ આબુવાલાની અમર રચના યાદ આવી ગઈ.

    ધ્રૂજતા મારા અધર, શી કુશળતાથી કરું સ્મિતથી સભર?
    ક્યાં’ક ઊની આહ થઈને , નીતરી જાજે તું ના.
    હે, વ્યથા! કૂમળા કો કાળજાને કોરતી કાળી કથા….

  2. નવેસર આખો સંગ્રહ જ મજાનો છે પણ રોજિંદી વાતચીતની રદીફ લઈ ચાલતી આ ગઝલ વધુ સ્પર્શી જાય છે…

  3. વધુ એક સુંદર..સરળ, ઝટ અને અસરકારક રીતે સમજાય તેવી રચના.

  4. ફૂલ માફક મેં હથેળીમાં જ રાખ્યાં છે, છતાં
    સ્વપ્નમાં પણ આવતું રણ હોય તો, પાછા વળો !
    પાછા વળો – મજાનો રદિફ અને એને ભરપૂર ન્યાય કરે એવા નાજુક સંબંધોનો વિષય લઈ વણેલા કાફિયાઓ.
    હમણાં જ જાણ્યું કે આ ગઝલ મનહર ઉધાસના નવા આલ્બમ અભિલાષામાં સ્થાન પામી એ જાણી અત્યંત હર્ષ થયો… ખુબ ખુબ અભિનંદન મહેશભાઈ..

  5. ખૂબ સરસ ગઝલ..મહેશભાઈ મુબારક આપને

  6. મારા ખૂબ ખૂબ અભિનંદન.

  7. આપણા સંબંધનો ઈતિહાસ જાજરમાન છે
    જો સ્મરણ એકાદ પણ ક્ષણ હોય તો, પાછા વળો !

    ખૂબ સરસ
    અભિનંદન !

  8. આમેય નવેસર ગમે ત્યારે વાંચો નવો જ લાગે… અને એમાય આ ગઝલ ખરેખર સ્પર્શી જાય તેવી છે….ખુબ ખુબ અભિનંદન

  9. અત્યંત લાગણી સભર અને હૃદય સ્પર્શી ગઝલ.

Leave a reply to સુરેશ જાની જવાબ રદ કરો