વિચારી શકું છું

 વિચારોથી આગળ, વિચારી શકું છું
મળે એ બધી પળ, વિચારી શકું છું

ઉદય હોય તો, અસ્ત નિશ્ચિત્ત નથી શું ?
નિયમબધ્ધ સાંકળ, વિચારી શકું છું

ખબર છે, સમંદરની ઉત્કંઠઈચ્છા
નદીની ઉતાવળ, વિચારી શકું છું

કિનારો નથી માત્ર મારા પરિઘમાં
વમળનું બળાબળ, વિચારી શકું છું

મનુષ્યો જ રહી જાય છે માત્ર ભેદી
નહીંતર, બધાં છળ વિચારી શકું છું !

દુઆઓ જ કરશે બધા, ખાતરી શું ?
છતાં નામ દ્યો, ફળ વિચારી શકું છું !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૭
 

10 Responses to “વિચારી શકું છું”

 1. Enjoyed.

  ખબર છે, સમંદરની ઉત્કંઠઈચ્છા
  નદીની ઉતાવળ, વિચારી શકું છું

 2. ખબર છે, સમંદરની ઉત્કંઠઈચ્છા
  નદીની ઉતાવળ, વિચારી શકું છું

  મનુષ્યો જ રહી જાય છે માત્ર ભેદી
  નહીંતર, બધાં છળ વિચારી શકું છું

  ખુબ સરસ મહેશભાઈ..!

 3. મનુષ્યો જ રહી જાય છે માત્ર ભેદી
  નહીંતર, બધાં છળ વિચારી શકું છું !

  nice she’r…

 4. ખબર છે, સમંદરની ઉત્કંઠઈચ્છા
  નદીની ઉતાવળ, વિચારી શકું છું…

  સુંદર શેર….

  બે વાત ફરીથી કહેવાની ઈચ્છા થાય છે:

  1. એક તો આ બ્લૉગનું કાળું લે-આઉટ અને એમાં આંખને અડે એવા રંગ સતત કઠે છે. આવું કહેનારો હું એકલો જ છું કે અન્ય પણ હશે? ગઝલ નજાકતનો વિષય છે… એ નાજુક લિબાસમાં આવે તો વધુ મજા ન આવે?

  2. તમારી રચનાઓમાં અલ્પવિરામનો ઉપયોગ વધુ પડતી પ્રબળતાથી થતો હોય એવું લાગે છે. હું ભાષાશાસ્ત્રી નથી. પણ જો આપ આ અલ્પવિરામ વિશે થોડી જાણકારી આપી શકો તો મારા જેવા ઘણા જિજ્ઞાસુઓને લાભ થઈ શકે એ લોભથી આ ચર્ચા અહીં બ્લૉગ પર મૂકું છું…

 5. નમસ્તે વિવેકભાઈ
  કોમેન્ટ બદલ આભાર !
  આ બ્લોગનું બ્લેક લે-આઉટ છે એનો લાભ લઈને,જુદા-જુદા કલરનો ઉપયોગ કરૂં છું-કઈંક નાવિન્ય આપવા ખાતર.જો કે તમારા સિવાય બીજા કોઈએ,એ મુદ્દો ઉઠાવ્યો નથી !
  blogspot ના બ્લોગ પર એ નથી કરતો !
  બીજી વાત,
  પંક્તિમાં ચોક્કસ જગ્યાએ અલ્પવિરામ મૂકીને હું વાચક/ભાવકને ત્યાં અટકીને આગળ જવા સૂચવું છું અને એ રીતે,મારે જે કહેવું છે તે વધુ સ્પષ્ટ કરવાનો હેતુ હોય છે.
  કારણ કે
  વિરામચિહ્નથી ભાવ વધુ સ્પષ્ટ થાય છે-મારું એવું માનવું છે.
  દા.ત. મારી જ એક પંક્તિ લઈએ
  એમને ગમતું નથી
  એ,મને ગમતું નથી
  જોયું ?
  મૂળ વાત આ છે સર !
  આવજો!

 6. એક તો આપ મારાથી વયમાં અને અનુભવમાં-બંનેમાં વયસ્ક છો એટલે મહેરબાની કરીને ‘સર’ ન કહો… ગઝલની દુનિયામાં પણ આપ ખાસ્સા અગ્રેસર છો… આપના ત્રણ સંગ્રહની સામે મારી તો હજી શરૂઆત પણ નથી થઈ…

  બ્લૉગના લે-આઉટ વિશે મને જ લાગ્યું એ મેં જણાવ્યું. જો કે એ આખી વાત પસંદ અપની – અપની જેવી છે…

  અલ્પવિરામ માટે મારું એવું માનવું છે કે એના ચોક્કસ નિયમો છે અને એ અતિક્રમી ન શકાય. હું પોતે ભાષાનો પંડિત નથી એટલે હું પોતે પણ ઘણી જગ્યાએ ભૂલ કરું જ છું… પણ આપે આપેલ ઉદાહરણમાં અલ્પ-વિરામ ન પણ હોય તોય અર્થ એનો એ જ રહે છે:

  એ મને ગમતું નથી.

  એ, મને ગમતું નથી.

 7. mahesh uncle,
  u must think over black bacl-ground of ur blog

  biju to kai nahi
  mara chasmana no. vadhi jashe ??!!!
  scientifically light backgroundma ankhone stress
  ochho padshe pls……

 8. I agree with Vivekbhai’s comment about colour of the blog.

 9. વાત આપના આવા સુંદર બ્લોગના લે આઉટ્ની છે તો હું માત્ર એટલું જ કહીશ કે “પસંદ અપની અપની ખયાલ અપના અપના.. મને તો આ બધું જગત જ અર્થ સભર લાગે છે.” આમ તો કાળો રંગ ઉદાસીનું પ્રતિક સમ લાગે છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: