શબ્દપણ જડતાં નથી !

અંતની શરૂઆત લખવા, શબ્દપણ જડતાં નથી
રાત જેવી રાત લખવા, શબ્દપણ જડતાં નથી !

શક્ય છે, શબ્દોવગર ઉકલી શકે કિસ્સા નવા
પણ જૂની કોઇ વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

થઈ શકે હસતાં જ રહેવાનો અભિનય, બ્હારથી
ભીતરી કલ્પાંત લખવા, શબ્દપણ જડતાં નથી !

અન્યની ચર્ચા હશે તો, ધોધ વહેશે શબ્દનો
ખુદ વિષે બે વાત લખવા, શબ્દપણ જડતાં નથી !

નામ, અમથું ક્યાં મળે છે કોઇપણ સંબંધને ?
તે છતાં, જઝબાત લખવા શબ્દપણ જડતાં નથી !

દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

ડો.મહેશ રાવલ

નવેસર/૪૮

6 Responses to “શબ્દપણ જડતાં નથી !”

 1. દરેક શેર સરસ થયા છે. અભીનંદન.

 2. દુશ્મનો, નક્કી કરેલાં લક્ષ્ય બદલે નહીં કદી
  દોસ્તના આઘાત લખવા, શબ્દપણ જડતાં નથી !

  very nice

 3. સીધી,સાદી ને સરળ છે એની ભાષા,
  મ્હેશ નામે છે જે, માણસ બહુ ગમે છે.

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 4. એ અલગ છે કે નડે છે અર્થની સીમા, છતાં
  શબ્દની મિરાત લખવા, શબ્દપણ જડતાં નથી !

 5. આપની ગઝલ બેનમૂન છે…સુંદર વાત કહેવા આ શબ્દ સિવાય અન્ય શબ્દ જડતા નથી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: