ખ્યાલ પણ આવ્યો નહીં !

ખુદ સવાલી થઈ જવાનો,ખ્યાલ પણ આવ્યો નહીં
એમ બદલી, કે હવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર લીલોતરી
પાંદડું પીળું થવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

રોજ નવતર રૂપ લઈ વીંટળાઈ ગઈ ઈચ્છા, મને
જાત અળગી રાખવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

વ્યસ્ત રાખ્યો એટલો દર્દોએ, આખી જિંદગી
કે અસરકારક દવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

ઝેરનું સૌભાગ્ય કે, હર આંખ ઝેરી નીકળી !
કોઈ મારણ યોજવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

પથ્થરોવચ્ચે અમે શોધ્યો સતત, ઈશ્વર તને
ફૂલમાં પંપાળવાનો, ખ્યાલ પણ આવ્યો નહીં !

દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

ડો. મહેશ રાવલ

નવેસર/૪૯  

3 Responses to “ખ્યાલ પણ આવ્યો નહીં !”

 1. દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
  એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

  very nice…

 2. બે-ફિકર, બિન્દાસ્ત માણી તર-બ-તર આખી ગઝલ,
  દાદ ક્યાં ચેતન હું આપું, ખ્યાલ પણ આવ્યો નહીં !

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 3. દેરને અંધેર ગણવામાં જ ખર્ચાણી સમજ
  એ, ખુદા પર છોડવાનો ખ્યાલ પણ આવ્યો નહીં !

  very nice…

  me kyaank vaamchyu hatu
  prabhu e spare wheel nathI tene to steering wheel aapavu joie..

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: