ઈતિહાસ બદલાવી શકે !

એક ક્ષણ ઈતિહાસ બદલાવી શકે
વિસ્તરણ ઈતિહાસ બદલાવી શકે !

હોય કેવળ સત્યનો આધાર તો
એક જણ ઈતિહાસ બદલાવી શકે !

યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

દબદબો અકબંધ હો સંબંધનો
તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

થઈ જુઓ પ્રેમી, પછી સ્વીકારશો
પ્રેમ પણ ઈતિહાસ બદલાવી શકે !

તારવી’લ્યે જળ અને મૃગજળ અલગ
તો, હરણ ઈતિહાસ બદલાવી શકે !

શક્ય છે, ઓછી પડે આ જિંદગી
ત્યાં, મરણ ઈતિહાસ બદલાવી શકે !

મેળવી લેવાય જો ટાણાસમું
મેળવણ, ઈતિહાસ બદલાવી શકે !

હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

ડો.મહેશ રાવલ

નવેસર/૫૦

11 Responses to “ઈતિહાસ બદલાવી શકે !”

 1. પોણી પંક્તિ જેટલી લાંબી રદીફ અને એક જ શ્બ્દના અવકાશ જેટલા કાફિયા પર એક સફળ ગઝલનું ચણતર ખૂબ દોહ્યલું કાર્ય છે. ‘ઈતિહાસ બદલાવી શકે’ જેવી લાંબી અને ખાસ્સી અર્થગહન હોવાના નાતે મુશ્કેલ રદીફ ઉપર માત્ર ગાલગાના એક જ આવર્તન જેટલો કાફિયો અભિવ્યક્તિનો ખૂબ જ ઓછો અવકાશ બાકી રાખે છે…

  આવી તંગ જમીન પર પણ મજાની ગઝલ થઈ છે… ઘણા-ખરા શેર સારા થયા છે…

  હોય કેવળ સત્યનો આધાર તો
  એક જણ ઈતિહાસ બદલાવી શકે !

  યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
  શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

  દબદબો અકબંધ હો સંબંધનો
  તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

  થઈ જુઓ પ્રેમી, પછી સ્વીકારશો
  પ્રેમ પણ ઈતિહાસ બદલાવી શકે !

  હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
  તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

  – આ તમામ સ્પર્શી ગયા… ખૂબ ખૂબ અભિનંદન !

 2. સુરેશ જાની Says:

  હોય કેવળ સત્યનો આધાર તો
  એક જણ ઈતિહાસ બદલાવી શકે !

  ગાંધીજી યાદ આવી ગયા.

  હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
  તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

  આ શેર પણ બહુ જ ગમ્યો. જડ માન્યતાઓમાં બધા સુધારા આવાં ઝરણો જ લાવ્યાં છે. પણ … ‘ધ્વંસ’ શબ્દ હોવો જોઈએ ..

  ઈતીહાસ મારો પ્રીય વીશય છે. આખી ગઝલ બહુ જ ગમી.

 3. યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
  શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

  દબદબો અકબંધ હો સંબંધનો
  તો, સ્મરણ ઈતિહાસ બદલાવી શકે !

  હો ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
  તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

  અદભુત…અદભુત..!!!

 4. ખુમારી પર્વતોનાં ધ્વંશનીં
  તો, ઝરણ ઈતિહાસ બદલાવી શકે !

  ડો.મહેશ રાવલ,

  YOU ARE COMMING TO MY HEART FIRST BEFORE MY MIND.
  NOW,
  STAY -CONNECTED.

  હોય કેવળ સત્યનો આધાર તો
  એક જણ ઈતિહાસ બદલાવી શકે !.

  I AM A BORN AMDAVADI BUT LIVING AWAY FROM HOME OVER 39 YEARS.
  BEST FROM YOU IS YET TO COME!

  http://www.yogaeast.net
  http://www.bpaindia.org
  TRIVEDI PARIVAR

 5. હોય સમજ લાગણી ની તો,
  સ્પંદન પણ ઇતિહાસ બદલાવી શકે !

  ભરો એમાં માણસાઈ અગર,
  શસ્ત્ર પણ ઇતિહાસ બદલાવી શકે !

  સરસ ગઝલ મહેશભાઈ..

 6. યોગ્ય રીતે જો પ્રયોજ્યો હોય તો
  શબ્દ પણ ઈતિહાસ બદલાવી શકે !

  today i find words for ur gazals…….!!

  isn’t it ????

 7. વિવેકભાઈની વાત સાથે સહમત છું. ઈતિહાસ બદલાવી શકે જેવો રદીફ નિભાવવો ખરેખર મુશ્કેલ છે, જે આપે બખૂબી નિભાવ્યો છે. સુંદર ગઝલ થઈ છે. અભિનંદન!

 8. સુંદર ગઝલ થઈ છે. અભિનંદન!

 9. really nice & touchy gazal…

  Keep it up and open your heart to spread more gazal…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: