ક્યાં ખબર છે ?

કોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
ક્યાંસુધી લઈજાય અંજળ, ક્યાં ખબર છે ?

મેં ય ગાળ્યા વીરડા મારા ગજાનાં
કઈ વકલનું નીકળે જળ, ક્યાં ખબર છે ?

થઈ શકે છે આજ રસ્તે, લક્ષ્યપૂર્તિ
હોય નિશ્ચિત કઈ ઘડી-પળ, ક્યાં ખબર છે ?

શક્ય છે આંટી પડી હો ક્યાંક, વચ્ચે
કેટલાં ઉતરે-ચડે વળ, ક્યાં ખબર છે ?

પ્રજ્વલિત વેદી, કપૂરીશ્વાસ ઝળહળ
કઈ પળે હોમાય શ્રીફળ, ક્યાં ખબર છે ?

ઝંપલાવ્યું છે ફકત, તારા ભરોસે
કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?

સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
શાંતચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૧

5 Responses to “ક્યાં ખબર છે ?”

 1. સનસનાટી, કમકમાટી-રોજનું થ્યું !
  શાંતચિત્તે શું મળે ફળ, ક્યાં ખબર છે ?

  .. ગમે એટ્લા વ્યગ્ર બનીએ તો પણ જૉઇએ એ ફળ પ્રાપ્ત થતુ નથી અને ઘણી વાર કલ્પ્ના પણ ના હોય ને … એ ફળ મળે છે…!

 2. ઝંપલાવ્યું છે ફકત, તારા ભરોસે
  કેટલું ઊંડું હશે તળ, ક્યા ખબર છે ?

  – સચોટ અને મર્મસ્પર્શી વાત… વિશ્વાસ જ આધાર હોઈ શકે શ્વાસનો…

 3. કોણ આગળ કોણ પાછળ, કયાં ખબર છે ?
  ક્યાંસુધી લઈજાય અંજળ, ક્યાં ખબર છે ?

  wow! i LIKE THIS SHER.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: