શું કરું ?

રોજ સરવાળા કરી લઉં, શું કરું ?
સ્વપ્નના ખિસ્સા ભરી લઉં, શું કરું?

એકલો નીકળી પડું એકાંત લઈ
એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?

આંખ મીંચું કે ઉઘાડું-કંઈ નથી
આંસુ છે, બસ ખોતરી લઉં શું કરું ?

લાગણી શેવાળ થઈગઈ, ટેરવે
ભેજ મનમાં સંઘરી લઉં, શું કરું ?

થઈગયો ભૂતકાળ, અંદર-બ્હારથી
ઓટ જેવું ઓસરી લઉં, શું કરું ?

જિંદગી, ગઈકાલ જેવી ક્યાં હતી ?
તોય એને આવરી લઉં, શું કરું ?

આ નહીં, તો આવતે ભવ છુટશું
એમ સમજીને મરી લઉં, શું કરું ?

ડો.મહેશ રાવલ

નવેસર/૫૫

8 Responses to “શું કરું ?”

 1. આ નહીં, તો આવતે ભવ છુટશું
  એમ સમજીને મરી લઉં, શું કરું ?

  sundar rachna

 2. એકલો નીકળી પડું એકાંત લઈ
  એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?

  આંખ મીંચું કે ઉઘાડું-કંઈ નથી
  આંસુ છે, બસ ખોતરી લઉં શું કરું ?
  અત્યંત સુંદર શેર..સુંદર ગઝલ.

 3. લાગણી શેવાળ થઈગઈ, ટેરવે
  ભેજ મનમાં સંઘરી લઉં, શું કરું ?

  saras…

 4. આ નહીં, તો આવતે ભવ છુટશું
  એમ સમજીને મરી લઉં, શું કરું ?

  – ગમી ગઈ આ વાત…!

 5. છે સ-રસ ગઝલો તમારી શું કહું?
  દાદ પણ ઓછી પડે છે શું કહું!

  જય ગુર્જરી,
  ચેતન ફ્રેમવાલા

 6. એકલો નીકળી પડું એકાંત લઈ
  એમ, થોડું વિસ્તરી લઉં, શું કરું ?

  એકલાં વીસ્તરવાની અ વાત ગમી ગઈ. બ્લોગીંગનો આ જ તો લહાવો છે.

 7. to good man………bahuj saras khubj gamyo tamaro aa vichar………..avar navar aavo lavo aapta rehjo avi prathna che aapne…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: