અંશ

અધપીળી ડાળીની છેવાડું કૂંપળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ
પથ્થરને ખોતરતાં ઝરણાની ખળખળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

શ્રધ્ધાનાં કુમકુમ ‘ને વિશ્વાસુ ચોખા લઈ,નીકળેલો માણસનો સંઘ
શગ જેવા શ્વાસોમાં ઓગળતી પળ-પળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

બાળક થી બાળકનો ઘટનાક્રમ જાળવતી,ઘટમાળે વીંટાતા મન
અદના થી અદકેરાં સગપણની સાંકળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

રૂપાળી ઈચ્છાલઈ નમણાશે નિતરતાં હૈયે ઉભરાતો ઉમંગ
ઘેરાતી આંખોનાં ઘૂંટાતા કાજળમાં,જોયો મેં ઈશ્વરનો અંશ.

ડો.મહેશ રાવલ

નવેસર/૫૬
                   

4 Responses to “અંશ”

  1. ‘કસુંબીનો રંગ’ ના ઢાળનો આ પ્રયોગ બહુ જ ગમ્યો. જોરાવર કવીની એ જોરાવર રચના જેવી જ જોરાવર તમારી રચના લાગી.

  2. shabdo ni choice gami jay evi chhe.

  3. સું…દ…ર…કુદરત માં ઈશ્વર નું અસ્તિત્વ,
    હુ લખવા ઈચ્છીશ કે…
    “દરિયા થી પાણી લઇ અદ્રશ્ય પાંખો માં ઉડતી હવા ને એ સંગ,
    રૂપેરી કિનારો વાળા એ વાદળ માં, જોયો મેં ઇશ્વર નો અંશ.

Leave a reply to વિવેક ટેલર જવાબ રદ કરો