બા-અદબ

એક ઈચ્છા સળવળે છે,બા-અદબ
ટેરવે દીવા બળે છે,બા-અદબ

લોઢ ઊછળે લાગણીના,ભીતરે
જેમ દરિયો ખળભળે છે,બા-અદબ

ભૂખ ઉઘડી સાત ભવની,આ ભવે
મર્મ સઘળાં ઓગળે છે,બા-અદબ

સ્હેજપણ અંતર હવે નહીં પાલવે
સર્વ અંતર પીગળે છે,બા-અદબ

શક્ય છે,ઈતિહાસ આલેખે નવો
સરફરોશી ઝળહળે છે,બા-અદબ

થઈજશે સાતેય કોઠા તર-બ-તર
જળ,કમળથી નીકળે છે બા-અદબ

હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
એજ સહુને સાંકળે છે,બા-અદબ

ડો.મહેશ રાવલ

નવેસર/૫૭

 

6 Responses to “બા-અદબ”

 1. થઈજશે સાતેય કોઠા તર-બ-તર
  જળ,કમળથી નીકળે છે બા-અદબ

  – મજાની વાત…

 2. સુરેશ જાની Says:

  સરસ ગઝલ . બાઅદબ … માશાલ્લાહ … બહોત ખુબ …
  શક્ય છે,ઈતિહાસ આલેખે નવો
  સરફરોશી ઝળહળે છે,બા-અદબ

  આ શેર બહુ ગમ્યો ..

 3. ભૂખ ઉઘડી સાત ભવની,આ ભવે
  મર્મ સઘળાં ઓગળે છે,બા-અદબ

  i like this she’r..beautiful she’r.

 4. હોય શ્રધ્ધા તો પછી શું જોઇએ ?
  એજ સહુને સાંકળે છે,બા-અદબ

  saras vaat.

 5. શક્ય છે,ઈતિહાસ આલેખે નવો
  સરફરોશી ઝળહળે છે,બા-અદબ

  khub saras…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: